(સિદ્ધિઓ)
- ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરવ ક્રમાંકઃ એસ.પી.ઓ./૧૦૨૦૧૫/૬૯૧૦૯૩/ચ, તા. ૦૧/૦૭/૨૦૧૯ ના ઠરાવથી સરકારના વિભાગો દ્વારા જેલ ખાતા પાસેથી વિના ટેન્ડરે રૂ. ૧૫ લાખ સુધી સીધી ખરીદી કરી શકાય છે.
- સને, સને ૨૦૧૯-૨૦માં રૂ.૧૧.૯૯ કરોડ, સને ૨૦૨૦-૨૧માં રૂ.૮.૯૪ કરોડ, સને ૨૦૨૧-૨૨માં રૂ.૧૦.૨૧ કરોડ, સને ૨૦૨૨-૨૩માં રૂ.૧૧.૩૦, સને ૨૦૨૩-૨૪માં રૂ.૧૩.૨૯ કરોડનુ ઉત્પાદન થયેલ છે.
- કેદીઓને આપવામાં આવતા રોજિંદા વેજીસના દરમાં જેલ વિભાગની દરખાસ્ત અન્વયે સરકારશ્રી કક્ષાએથી સમયાંતરે સુધારો કરવામાં આવે છે.
સરકારશ્રીના ઠરાવ ક્રમાંક
|
બિનકુશળ
|
અર્ધ કુશળ
|
કુશળ
|
જલક/૨૦૨૦૦૯/૨૨૦૪/જ તા.૧૫/૧૨/૨૦૦૯ થી સુધારેલ દર
|
રૂ. ૨૫/-
|
રૂ.૩૦/-
|
રૂ.૩૫/-
|
જલક/૨૦૨૦૦૯/૨૨૦૪/જ તા.૧૦/૦૧/૨૦૧૪ થી સુધારેલ દર
|
રૂ. ૩૦/-
|
રૂ.૩૬/-
|
રૂ.૪૨/-
|
જલક/૨૦૨૦૦૯/૨૨૦૪/જ તા.૧૩/૦૭/૨૦૧૭ થી સુધારેલ દર હાલ અમલમાં
|
રૂ.૭૦/-
|
રૂ.૮૦/-
|
રૂ.૧૦૦/-
|
જલક/ઈ-ફાઇલ/૮/૨૦૨૩/૫૧૭૯/જ, તા.૧૧/૧૨/૨૦૨૩ થી સુધારેલ દર હાલ અમલમાં
|
રૂ.૧૧૦/-
|
રૂ.૧૪૦/-
|
રૂ.૧૭૦/-
|
- કેદીઓને વ્યાવસાયિક તાલીમ, રોજગારી આપી પુનઃસ્થાપિત કરવાનો હેતુ સિધ્ધ કરવા માટે રાજયની ૦૬-જેલો જેવી કે, મધ્યસ્થ જેલ અમદાવાદ, વડોદરા, રાજકોટ, લાજપોર (સુરત) અને જીલ્લા જેલ ભાવનગર, જુનાગઢ ખાતે વિવિધ પ્રકારના જેલ ઉદ્યોગો ચલાવવામાં આવે છે.
- રાજયની ઉક્ત જેલોમાં તાલીમ સહ ઉત્પાદનના ધોરણે ચલાવવામાં આવતા વણાટ, સુથારી બેકરી, દરજી, કેમિકલ, પ્રેસ તથા ભજીયા હાઉસ જેવા ઉદ્યોગમાં કેદીઓને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. અને કેદીઓને નિયત દરે વેજીસ ચુકવવામાં આવે છે. જેલ ઉત્પાદનના વેચાણ દ્વારા ઊભી થનાર આવક સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે છે. જેલ ઉદ્યોગો ‘નહીં નફો નહીં નુકશાન’ના ધોરણે ફકત ૧૦% નફો લઇ ચલાવવામાં આવે છે.
- જેલ જીવન દરમિયાન કેદીઓએ પ્રાપ્ત વ્યાવસાયિક કુશળતાનો ઉપયોગ કરી કેદીઓ જેલમુકત થયા પછી પોતાની આજીવિકા કમાઇ શકે અને સમાજમાં એક સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થઇ શકે છે.
- અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આર.ટી.ઓ. કચેરી પાસે જેલ તાબાની જમીનમાં વેચાણ કેન્દ્ર બનાવી ભજીયા હાઉસ તેમજ જેલ ઉત્પાદિત ચીજ-વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. મેથીના ભજીયા તૈયાર કરી જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે. જેને સારી એવી પ્રસિદ્ધિ મળી છે. બટાકાપુરી (બટાકા ભજીયા)નું પણ વેચાણ નવતર પ્રયોગરૂપે શરૂ કરવામાં આવેલ છે. જેને જાહેર જનતાનો બહોળો પ્રતિસાદ મળેલ છે. આ કેન્દ્ર ખાતે ભજીયાનું સરેરાશ રોજીંદુ રૂા.૨૫,૦૦૦=૦૦ નું વેચાણ થાય છે. જેનાથી સરકારશ્રીને સારી આવક મળી રહે છે.
- લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ સંચાલિત જુની જેલ રીંગ રોડ તથા લાજપોર જેલ ખાતે ભજીયા હાઉસ ચલાવવામાં આવે છે.
- સોમનાથ ખાતે તા.૨૨-૧૧-૨૦૨૩ થી તા.૨૬/૧૧/૨૦૨૩ સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જેલ વિભાગ તરફથી કેદી ઉત્પાદિત ભજીયા સ્ટોલ શરૂ કરવામાં આવેલ. જેમાં જાહેર જનતાનો સારો પ્રતિભાવ મેળવી માત્ર પાંચ દિવસમાં રૂ.૩,૫૨,૩૨૦=૦૦ નું ભજીયાનું વેચાણ કરવામાં આવેલ.
- વડોદરા મધ્યસ્થ જેલ હસ્તકની દંતેશ્વરઓપન જેલ ખાતે ‘પ્રિઝનર્સ વેલ્ફેર ફંડ પેટ્રોલ સ્ટેશન’ના નામથી તા.૦૩/૦૪/૨૦૧૮થી કેદી સંચાલિત પેટ્રોલ પંપ કાર્યરત છે. જેની સફળતાથી પ્રેરાઈને રાજયની અન્ય જેલો ખાતે કેદી સંચાલિત પેટ્રોલ પંપ શરૂ કરવાની કાર્યવાહી ગતિમાં છે.
બંદીવાનોને વિવિધ ઉદ્યોગો દ્વારા કૌશલ્ય સંવર્ધન વ્યવસાયલક્ષી તાલીમ થકી પરિણામલક્ષી પુનઃવસન
અમદાવાદ મધ્યસ્થ જેલની ઓપન જેલ ખાતેની ગૌશાળા ખાતે ગૌમૂત્રનાં અર્કમાંથી આર્યુવેદિક ઔષધિયો બનાવવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ડાયમંડ એસોશીએશન, અમદાવાદના સહયોગથી હિરા ઘસવાની તાલિમ કમ ઉત્પાદનના ધોરણે તાલીમ કોર્ષ ચલાવવામાં આવી રહેલ છે
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સ્વૈચ્છીક સંસ્થા કોહીનુર ડાયમંડ, સુરતના સહયોગથી હિરા ઘસવાની તાલિમ કમ ઉત્પાદનના ધોરણે તાલીમ કોર્ષ ચલાવવામાં આવી રહેલ છે જેમાં કેદીઓને હીરાના તળીયા પેટે રૂ.૭.૦૦, મથાળા પેટે રૂ.૪.૫૦ તેમજ પેલ માટે રૂ.૪.૨૫ પ્રતિ નંગ દીઠ વેજીસ ચુકવવામાં આવે છે
વડોદરા મહિલા જેલ ખાતે મહિલા બંદીવાનોને આલ્ફા ચેરીટેબલ ટ્રસ્ટ, વડોદરાના સહયોગથી તાલીમ-સહ-ઉત્પાદન ધોરણે એડલ્ટ ડાયપર મેન્યુફેકચરીંગ તથા સેનેટરી નેપકીનનું ઉત્પાદન શરૂ કરવામાં આવેલ છે
ઇન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી અમદાવાદ તથા લાજપોર જેલ ખાતે હીરોહોન્ડાના સહયોગથી સર્ટીફીકેટ ઇન મોટર સાયકલ સર્વીસ અને રીપેરીંગની ટ્રેનીંગ યોજવામા આવી રહેલ છે
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે શીવ હેનડ વર્ક, સચીન, સુરત દ્વારા મહિલા બંદીવાનો લેસમાં સ્ટોન ટાંકવાનું જોબવર્ક આપવામાં આવે છે
પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે ખમીર સંસ્થા ભુજોડી સંસ્થાના સહયોગથી પુરૂષ કેદીઓને વેસ્ટ પ્લાસ્ટીક વણાટની વ્યાવસાયિક તાલીમ આપવા માટે તાલીમ ઉદ્યોગ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે
રાજપીપળા જીલ્લા જેલ ખાતે વિકાસ સેવા કેન્દ્ર રાજપીપળા સંસ્થાના સહયોગથી પુરૂષ કેદીઓને કોમ્પ્યુટર ટાઇપીંગ તથા જોબ વર્ક તેમજ મિશા દિપ ફાઉન્ડેશન રાજપીપળાના સહયોગથી બાજ-પડીયા બનાવવાના ટૂંકાગાળાની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી
બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા પાટણ સબ જેલના બંદીવાનોને ફુડ પ્રોસેસીગની તાલીમ આપવામાં આવે છે.
મિસનરીઝ ઓફ ચેરીટી સિસ્ટર્સ (મધર ટેરેસા) દ્વારા અમદાવાદ મહિલા બંદીવાનોને ટેલરિંગ / સ્ટીચિંગનીના તાલીમ વર્ગો કાર્યરત છે.
અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા અમદાવાદ જેલના બંદીવાનોને બ્યુટી થેરાપીસ્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, સેલ્ફ એમ્પ્લોયડ ટેલર, જનરલ ડ્યુટી આસીસ્ટન્સ, ટેલી ઇઆરપી વીથ જીએસટી, જેવા તાલીમ વર્ગો કાર્યરત છે.