જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

આપ શું કરી શકો

7/3/2022 5:47:03 PM

આપ શું કરી શકો (કેદીઓના સગા-સંબંધિઓ માટે)

 • પાકા કામના કેદી જેલમાં દાખલ થતા અપીલ કરવાના કામમાં મદદરુપ થવું જોઇએ.
 • કાચા કામના કેદી જેલમાં દાખલ થતાં જામીન પર મુકત કરાવવા મદદરુપ થવું જોઇએ.
 • મુલાકાત માટે આવતા પહેલા મુલાકાત થઇ ગયેલ છે કે કેમ? તેની જાણકારી મેળવવી જોઇએ.
 • કાયદાકીય કામ તેમજ ખુબ જ અગત્યના કામ માટે ખાસ મુલાકાતની માંગણી કરવી જોઇએ.
 • કેદી માટે બિભત્સ અને વાંધાજનક સાહિત્ય ન હોય તેવા પુસ્તકો અને ધાર્મિક પુસ્તકો આપવા જોઇએ.
 • કાચા કામના કેદીઓ તેમજ અટકાયતી કેદીઓ માટે બિસ્તર, ખોરાક વગેરે વ્યકિતની જરુરીયાત મુજબની મર્યાદામાં આપવું જોઇએ.
 • કેદીઓને માસિક રૂ. ૮૦૦/- ની મર્યાદામાં ફકત મનીઓર્ડર દ્વારા રકમ મોકલવી જોઇએ.
 • પાકા કેદીને પેરોલ પર મુકત કરવાની અરજી સાથે જણાવેલ કારણના આધાર માટે દસ્તાવેજો રજુ કરવા જોઇએ.
 • પેરોલ ફર્લો રજા માટે જામીનદારનું નામ કેદી સાથે નકકી કરી સૂચવવું જોઇએ, અને પોલીસ સમક્ષ નિર્ભય રીતે નિવેદન લખાવવું અને લખાવ્યા બાદ વાંચી સમજવું જોઇએ.
 • પેરોલ ફર્લોના જામીનદારોએ તે રજાની શરતોનો અમલ કરવો જોઇએ.
 • કેદીની ગંભીર બીમારી પ્રસંગે રૂબરૂ મુલાકાત લઇ મદદરુપ થવું જોઇએ.
 • સ્ત્રી કેદી સાથેના બાળકની ઉંમર ૬ (છ) વર્ષ થતા તેના કુટુંબીજનોએ પોતાની સાથે રાખવા કાળજી રાખવી જોઇએ