જેલ ખાતુ |
http://www.prisons.gujarat.gov.in |
આપે શું ન કરવું |
7/3/2022 5:16:08 PM |
|
આપે શું ન કરવું
-
મુલાકાત માટે પાંચથી વધારે વ્યકિતઓએ એક સાથે આવવું જોઇએ નહી.
-
મુલાકાત રુમમાં ઘોંઘાટ તેમજ રાજકીય બાબતોની ચર્ચા કરવી જોઇએ નહી.તેમજ જેલ સત્તાવાળાઓ સમજી શકે નહિં તેવી ભાષામાં વાતચીત કરવી જોઇએ નહિ.
-
ચાલુ મુલાકાતમાં કેદી સાથે કોઇપણ જાતની લેવડ-દેવડ કરવી જોઇએ નહી.
-
બીનજરુરી ખાસ મુલાકાતની માંગણી કરવી જોઇએ નહી.
-
પત્ર સાથે જવાબી પોસ્ટકાર્ડ તથા આંતરદેશીય અને પોસ્ટલ કવર સાથે નાણાંકીય નોટસ જેવી વસ્તુઓ મોકલવી જોઇએ નહી.
-
પાકા કામના કેદી માટે અંગત કપડાં, બિસ્તર, ખોરાક વિગેરે પાત્રતા ધરાવતા ન હોય આપવા આગ્રહ કરવો જોઇએ નહી.
-
કેદીના ખાતામાં જમા કરાવવા રોકડ રકમ જેલ કર્મચારીને આપવી જોઇએ નહી.
-
પાકા કામના કેદીઓ જેમની અપીલ પેન્ડીંગ હોય તેમના કિસ્સામાં તેમજ કાચા કામના કેદીઓ માટે પેરોલ અરજી કરવી જોઇએ નહી.
-
પાત્રતા ધરાવતા કેદી પોતે ફર્લો અરજી કરતા હોય આવી અરજી કરવી જોઇએ નહી.
|
|