આપે શું ન કરવું
પ્રતિબંધિત વસ્તુઓની યાદી
નીચે જણાવેલ વસ્તુઓ જેલ માટે પ્રતિબંધિત છે. પરંતુ તે પૈકીની કેટલીક વસ્તુઓ જેલ અધિક્ષક મંજુરી આપે તો અથવા જેલ કેન્ટીન દ્વારા આપવામાં આવેલ હોય તો પ્રતિબંધિત ગણાશે નહીં.
1. આલ્કોહોલ અને દરેક જાતના સ્પીરીટ
2. ભાંગ, ગાંજો, અફીણ અને અન્ય નશીલા પદાર્થો.
3. સોપારી અને પાન.
4. બેન્ક નોટ અને રોકડ રકમ.
5. વાંસ, સીડી, લાકડી અને કેદીને નાસી જવામાં કે ઇજા પહોંચાડવામાં મદદરૂપ થાય તેવી વસ્તુઓ.
6. પુસ્તકો.
7. કપડાં.
8. ખોરાક, ફળ, મિઠાઇ.
9. ખાઇ શકાય કે પી શકાય એવો કોઇપણ પદાર્થ.
10. સ્ફોટક પદાર્થો, બંદુક, હથિયાર, છરી તથા કાપવા માટેની દરેક પ્રકારની વસ્તુ.
11. દિવાસળી અને અગ્નિ પેટાવી શકાય તેવો પદાર્થ.
12. સોનુ, ચાંદી, ત્રાંબુ કે કોઇપણ સ્વરૂપમાં ધાતુ.
13. કાગળો અને દરેક પ્રકારની લખવાની સામગ્રી.
14. પત્તા પાના અને જુગાર રમવાની વસ્તુઓ.
15. ટપાલ ટીકીટ.
16. દોરડું, રસ્સી અથવા કેદીને નાસી જવા મદદરૂપ થાય તેવી વસ્તુઓ.
17. છીંકણી.
18. તમાકુ
19. સંદેશાવ્યવહારમાં ઉપયોગી ઈલેકટ્રોનીક ઉપકરણો (જેવા કે, મોબાઈલ ફોન, લેપટોપ, આઈ પોડ, પેન ડ્રાઈવ વિગેરે) જેલ પ્રતિબંધિત છે.
|