જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

કેદીઓનું માનસ પરિવર્તન

7/2/2025 11:58:28 AM

કેદી સુધારણા

રાજયની જેલોમાં પ્રતિષ્ડિત કંપનીઓ તરફથી કેદીઓના વ્યાવસાયિક તાલીમ માટે મળેલ સહયોગ

કોર્પોરેટ સોશ્યીલ રીસ્પોન્સીબીલીટી હેઠળ એસ્ટ્રલ પોલી ટેકનીક કંપનીના સહયોગથી રાજયની ચાર મધ્યસ્થ જેલો અમદાવાદ, વડોદરા, રાજકોટ, લાજપોર જેલો ખાતે એક-એક તથા જેલ સ્ટાફ ટ્રેનીંગ સ્કુલ માટે પાંચ ડીજીટલ સ્માર્ટ કલાસરૂમ બોર્ડ ભેટ આપવામાં આવ્યા. આ સ્માર્ટ કલાસરૂમ તકનીકી આધારિત છે. પ્રશિક્ષક અને તાલીમાર્થીઓ વચ્ચે શીખવાની કાર્યક્ષમતામાં સુધારો કરે છે. ઈન્ટરેક્ટિવ લર્નિગ અને ઓડીયો આધારિત શિક્ષણ માટે સ્માર્ટ બોર્ડ ઘણું સહાયક નિવડે છે. વિડીયો મારફત શિક્ષણ આપી શકાય છે. કોઈપણ વય જૂથના બંદીવાનો શિક્ષણ મેળવી શકે છે. ચોક અને ડસ્ટરના ઉપયોગ વિના સ્માર્ટ બોર્ડ મારફત પ્રશિક્ષક સારી રીતે સમજાવી શકે છે. દ્દશ્ય અને શ્રાવ્ય પદ્ધિત મારફત બંદીવાનોને આપવામાં આવતા શિક્ષણ રસપ્રદ બની રહે છે. જેથી વધુ બંદીવાનો વ્યાવસાયિક તાલીમ અને શિક્ષણ મેળવી શકે છે.

બંદીવાનોને વિવિધ ઉદ્યોગો દ્વારા કૌશલ્‍ય સંવર્ધન વ્‍યવસાયલક્ષી તાલીમ થકી પરિણામ લક્ષી પુનઃવસન(વર્ષ ૨૦૨૩)

  • પ્રધાન મંત્રી કૌશલ્ય વિકાસ યોજના, આઇ.ટી.આઈ., ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વિવિધ વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થાઓના સહયોગથી રાજયની જેલોમાં અથાણાં બનાવવાની તાલીમ, આસીસ્ટન્ટ ઈલેકટ્રીશીયન, ઈલેકટ્રીશીયન, બેકીંગ ટેકનીશીયન, બામ્બુ બાસ્કેટ મેકર, બામ્બુ મેટ વીવર, મલ્ટીફંકશન કુક, ટી.વી. રીપેરીંગ, સ્ટ્રીટ ફુડ વેન્ડર, કોમ્પ્યુટર તાલીમ, બેઝીક વુડ વર્ક તાલીમ, ઈલેકટ્રીકલ્સ તાલીમ, સિવણ તાલીમ, બ્યુટી થેરાપી, સ્પોકન ઈંગ્લીશ, અગરબત્તી મેકીંગ, મીણબત્તી બનાવવાની તાલીમ, વેજીટેબલ નર્સરી, પેપર કવર, બેગઅને ફાઇલ બનાવવાની તાલીમ, ટુ વ્હીલર રીપેરીંગ તાલીમ, ફુલોની ખેતી, ડાયમંડ પોલીસ, ઓટો રીપેર, ઓડીયો બુક રેકોર્ડીંગ ફોર બ્લાઇંડ પીપલ, સેનેટરી નેપકીન મેકીંગ, દરજી કામ, બ્યુટી પાર્લર, વેસ્ટ પ્લાસ્ટીક વણાટ, મડ વર્ક, પ્લમ્બીંગ,  ભરતગુંથણ, સાડી સ્ટોન વર્ક, જરી વર્કવિગેરે ટ્રેડમાં વિવિધ પ્રકારની વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવેલ.
  • સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વર્ષ ૨૦૧૮ માં કુલ પુરૂષ ૪૦૦ અને મહિલા ૯૧ મળી કુલ ૪૯૧, વર્ષ ૨૦૧૯ માં કુલ પુરૂષ ૪૩૨ અને મહિલા ૧૬૨ મળી કુલ ૫૯૪, વર્ષ ૨૦૨૦ માં કુલ પુરૂષ ૨૮૩ અને મહિલા ૯૮ મળી કુલ ૩૮૧, ૨૦૨૧માં કુલ પુરૂષ ૪૦૩ અને મહિલા ૧૦૨, ૨૦૨૨માં કુલ પુરુષ ૧૦૨૮ અને મહિલા ૪૫૨ મળી કુલ- ૧૪૮૦, ૨૦૨૩માં કુલ પુરુષ ૧૦૮૨ અને મહિલા ૩૩૫ મળી કુલ ૧૪૧૭ બંદીવાનોને તાલીમ આપવામાં આવેલ તથા ઉધોગ વિભાગમાં ૭૧૧ બંદીવાનોને તાલીમ સહ રોજગાર આપવામાં આવેલ.
  • કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના સંક્રમણ અન્વયે રાજયની મધ્યસ્થ જેલોમાં બંદીવાનો દ્વારા તા.૩૧-૧૨-૨૦૨૧ની સ્થિતિએ કુલ ૩,૮૦,૨૨૬ નંગ માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું. જેલોમાં રહેલ બંદીવાનોને વિના મૂલ્યે ૧,૯૧,૪૦૩ નંગ પૂરા પાડવામાં આવ્યા. સરકારી/ અર્ધસરકારી કચેરીઓને ૧,૬૯,૪૮૪ નંગ તેમજ જાહેર જનતામાં ૧૯,૩૩૯ નંગ માસ્કનું વેચાણ કરવામા આવ્યું.
  • અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે કુલ ૧૩૯૧ પીપીઈ કીટનું ઉત્પાદન કરી જેલો ખાતે ફરજ બજાવતા જેલ સ્ટાફ, મેડીકલ/પેરા મેડીકલ સ્ટાફને પૂરા પાડવામાં આવી.
  • અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ડાયમંડ એસોશીએશન, અમદાવાદના સહયોગથી હિરા ઘસવાની તાલીમ કમ ઉત્પાદનના ધોરણે તાલીમ કોર્ષ ચલાવવામાં આવી રહેલ છે.
  • અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હીરો મોટો તથા ઈગ્નુના સહયોગથી સર્ટીફીકેટ ઇન મોટર સાયકલ સર્વીસ અને રીપેરીંગની ટ્રેનીંગ યોજવામા આવી રહેલ છે.
  • અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અંધજન મંડળ, અમદાવાદ દ્વારા ઓડીયો બુક રેકોર્ડીંગની તાલીમ આપવામાં આવી રહેલ છે.
  • અમદાવાદ મહિલા જેલ ખાતે કર્મા ફાઉન્ડેશનના સહયોગથી સેનેટરી નેપકીન બનાવવાની તાલીમ સહ ઉત્પાદનના ધોરણે તાલીમ આપવામાં આવી રહેલ છે.
  • વડોદરા મહિલા જેલ ખાતે જેલ કર્મચારીઓ દ્વારા સિવણાની તાલીમ આપવામાં આવી રહેલ છે. 
  • લાજપોર મધ્યસ્થ જેલ ખાતે જેલ કર્મચારીઓ દ્વારા પુરૂષ તથા મહિલા બંદીવાનોને સિવણની તાલીમ આપવામાં આવી રહેલ છે.
  • લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સ્વૈચ્છીક સંસ્થા કોહીનુર ડાયમંડ, સુરતના સહયોગથી હિરા ઘસવાની તાલીમ કમ ઉત્પાદનના ધોરણે તાલીમ કોર્ષ ચલાવવામાં આવી રહેલ છે.
  • લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મહિલા બંદીવાનો લેસમાં સ્ટોન ટાંકવાની તાલીમ સહ જોબવર્ક આપવામાં આવે છે.
  • નડીયાદ જીલ્લા જેલ ખાતે બી. એન્ડ બી. ઈન્સ્ટીટ્યુટ વિદ્યાનગર, આણંદના સહયોગથી પુરૂષ બંદીવાનોને પ્લમ્બીંગ, ઈલેકટ્રીશીયનની તાલીમ તથા મહિલા બંદીવાનોને બ્યુટી પાર્લર, ભરતગુંથણની તાલીમ આપવામાં આવી.

 

  • આઇ.ટી.આઇ.દ્વારા રાજયની જુદી જુદી જેલોમાં બેઝિક વુડ વર્ક, આર્ક એન્ડ ગેસ વેલ્ડર, બેઝિક ઈલેકટ્રીશીયન, ડી.ટી.પી. એન્ડ પ્રિન્ટ પબ્લિકેશન્સ, સ્પોકન ઈંગ્લીશ, બેઝિક કોમ્પ્યુટર, હાઉસ વાયરીંગ, સુથારીના તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે.
  • રાજયની અમદાવાદ, વડોદરા, મહિલા કેદીઓ માટે સિવણના વર્ગો તેમજ સેનેટરી પેડ મેકીગની તાલીમ વર્ગો કાર્યરત છે.
  • અમદાવાદ મધ્યસ્થ જેલના કેદીઓને ડાયમંડ એસોશિએશન, બાપુનગર દ્વારા ડાયમંડ પોલીસની તાલીમ આપવામાં આવે છે તેમજ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે પણ કોહીનુર ડાયમંડ, સુરત દ્વારા તાલીમ આપવામાં આવી રહેલ છે. સાથોસાથ તાલીમ આપનાર સંસ્થા તરફથી કેદીઓને વેતન પણ ચૂકવવામાં આવે છે.
  • અમદાવાદ મહિલા જેલ ખાતે મહિલા બંદીવાનોને કર્મા ફાઉન્ડેશનતથા નવજીવન ટ્રસ્ટ, અમદાવાદના સહયોગથી સેનેટરી નેપકીન બનાવવાની તાલીમ-સહ-ઉત્પાદનના ધોરણે રોજગારી આપવામાં આવી રહેલ છે.
  • વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સફારી સુટકેશ એસેમ્બલ કરવાની તાલીમ-સહ-ઉત્પાદનના ધોરણે રોજગારી આપવામાં આવી રહેલ છે. 
  • અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હીરોહોન્‍ડાના સહયોગથી ઈંન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિર્વસીટીના સહયોગથી સર્ટીફીકેટ ઇન મોટર સાયકલ સર્વિસ અને રીપેરીંગ તાલીમ આપવામાં આવી રહેલ છે.