જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

સગવડતાઓ

5/21/2022 11:48:03 PM

(૧) ફર્લો-પેરોલ રજાઓ

 • સજાવાળા કેદી સજાની મુદત અને ભોગવેલી સજાના સમયગાળા તેમ જ કેદીની વર્તણૂકને ધ્યાનમાં લઈ દિન-૧૪(ચૌદ)ની ફર્લો રજા પર છોડવામાં આવે છે. જે સી.આર.પી.સી. કલમ-૪૩૩-એ, હેઠળ આવરી લેવાતાં આજીવન કેદીઓ સિવાયના કેદીઓ માટે સજાના ભાગરૂપે ગણવામાં આવે છે.
 • એક વર્ષથી વધુ, પરંતુ પાંચ વર્ષથી વધુ નહીં તેવી કેદની સજાવાળા કેદી એક વર્ષની કોરી સજા ભોગવે તેવા દરેક વર્ષ માટે એક ફર્લોની પાત્રતા ધરાવે છે.
 • પાંચ વર્ષથી વધુ આજીવન કેદની સજાવાળા કેદીઓ સહિતના કેદીઓ બે વર્ષની કોરી સજા પૂરી કરતાં ફર્લો માટે પાત્રતા ધરાવે છે, પરંતુ પાંચ વર્ષની કોરી સજા પૂરી થયા બાદ બે વર્ષની જગ્યાએ દર એક વર્ષ ફર્લો માટે પાત્રતા ધરાવશે.
 • દંડ બદલની સજા તેમ જ એકથી વધુ સજાઓ એક સાથે ભોગવવાની હોય તેવા કિસ્સામાં ફર્લોના હેતુ માટે કેદનો સમય કુલ સમય તરીકે ગણવામાં આવશે.
 • રીઢા કેદીઓ, ભારતીય દંડ સંહિતાની કલમ-૩૯૨થી ૪૦૨ હેઠળ સજા પામેલા કેદીઓ, પોલીસ તેમ જ જેલ અધીક્ષક દ્વારા ફર્લો પર છોડવાની ભલામણ નહીં કરવામાં આવેલા હોય તેવા કેદીઓ, ખાસ જેલમાં અલગ કેદ હેઠળ રાખવામાં આવેલા માથાભારે કેદીઓ, રાજ્ય સરકારે જેમના કિસ્સામાં ફર્લો પર નહીં છોડવા જણાવેલા કેદીઓ અને ફર્લો રદ કરવાની શિક્ષા પામેલા કેદીઓ ફર્લો પર મુક્ત થવાની પાત્રતા ધરાવતા નથી.
 • રાજ્ય બહાર ફર્લો પર છૂટતા કેદીઓને વધારાના પેરોલ તરીકેના સાત દિવસ મંજૂર કરી શકાશે.
 • સજાવાળા કેદી આકસ્મિક તેમ જ કૌટુંબિક અને સામાજિક કારણો માટે સક્ષમ સત્તાધિકારીના સ્વવિવેક અનુસાર પેરોલ પર છૂટી શકશે અને ભોગવેલા સમયગાળાની મુદ્તનો સજામાં વધારો થશે.
 • સક્ષમ અધિકારી પેરોલના મૂળ હુકમમાં જણાવેલી શરતો પર અથવા અન્ય નક્કી કરવામાં આવે તે શરતો પર લેખિત હુકમ કરી પેરોલના સમયમાં વધારો કરી શકશે.
 • ફર્લો રજા માટે કેદીની અરજી અન્વયે અભિપ્રાય માટે પોલીસ તપાસની આવશ્યકતા રહે છે.
 • પેરોલ રજા માટે કેદીનાં સગાં અથવા એડ્વોકેટ મારફત અરજી કરી શકાય છે. તેમ જ કારણોની ખરાઈ અને અભિપ્રાય માટે પોલીસ તપાસની આવશ્યકતા છે.
 • ફર્લો/પેરોલની શરતોનો ભંગ થશે તો પ્રિઝન્સ એક્ટની કલમ-૫૧-બી મુજબ સજાને પાત્ર થશે. તેમ જ મોડા હાજર થવા બદલ જેલશિક્ષાને પાત્ર થશે.

(ર) અપીલ/પિટિશન અને કાયદાકીય સહાય

 • જેલ અધિકારીઓ માટે જેલોમાં સજા લઈ દાખલ થયેલા કેદીની અપીલ કરવાની ઇચ્છા છે કે કેમ? તે જાણવું આવશ્યક છે.
 • કાયદાની જોગવાઈની મર્યાદામાં જેલ દ્વારા જે તે એપેલેટ કોર્ટમાં અપીલ કરવા કેદી હક્ક ધરાવે છે.
 • કેદી પોતાની ઇચ્છાનુસાર મફત કાનૂની સહાય મેળવવા પાત્ર છે. તેથી મફત કાનૂની સહાય સમિતિ દ્વારા આવી સહાય આપવામાં આવે છે.
 • કેદીને અપીલ માટે કાયદાકીય દસ્તાવેજો મેળવવા તે માટે સગાંસબંધી કે કાનૂની સલાહકાર સાથે મુલાકાત લેવાની વ્યવસ્થા કરવાની રહેશે.
 • દરેક અપીલ કે પિટિશન સાથે એના દસ્તાવેજો યોગ્ય રીતે સામેલ રાખવાના રહેશે.
 • કેદીની અપીલ તેમ જ પિટિશન યોગ્ય જગ્યાએ પહોંચાડવાની રહેશે.

(૩) સ્ત્રી કેદીઓ

સ્ત્રી કેદીઓ માટે સ્ત્રી હોવાના નાતે સારવાર માટે વિશેષ વિચારણા માગી લે છે અને તેમના માટે સ્ત્રી કર્મચારીઓએ ખાસ જવાબદારી ઉપાડવાની રહે છે.

 • સ્ત્રી કેદીઓને પુરુષ કેદીઓથી તદ્દન અલગ સ્ત્રી કેદીઓ માટેના વિભાગમાં રાખવામાં આવે. છે.
 • સ્ત્રી કેદીઓની ઝડતી તેમ જ દેખરેખ ફક્ત સ્ત્રી કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે.
 • જેલના સ્ત્રી વિભાગમાં સ્ત્રી કર્મચારીના સાથ સિવાય કોઈ પુરુષ દાખલ થઈ શકશે નહીં.
 • બીમાર,ગર્ભવતી તેમ જ સ્તનપાન કરાવતી સ્ત્રી માટેની વિશેષ જરૂરિયાત તેમ જ તબીબી સગવડ અને એક્સ્ટ્રા ડાયેટ આપવામાં આવે છે.
 • સ્ત્રી કેદીઓ સાથેના સ્તનપાન કરતાં તેમ જ ત્રણ વર્ષ સુધીનાં બાળકો માટે તબીબી સુવિધા, દૂધ, એક્સ્ટ્રા ડાયેટ તથા રમકડાં વગેરેની સુવિધા આપવામાં આવે છે.
 • સ્ત્રી કેદીઓની વાળ ધોવા માટે શિકાકાઈ અથવા અરીઠાં તેમ જ માગણી થતાં બંગડીઓ સરકારી ખર્ચે પૂરી પડવાની રહેશે.
 • પરિણીત સધવા સ્ત્રી કેદીઓને મંગળસૂત્ર પહેરવા દેવામાં આવશે.
 • સ્ત્રી કેદીના બાળકની ઉંમર ત્રણ વર્ષની થતાં નજીકના કુટુંબીજનોને સોંપવા અથવા તેમ ન થઈ શકે તો બાળ સંરક્ષણ ગૃહ કે નારીનિકેતન ગૃહમાં મોકલવાની વ્યવસ્થા કરવાની રહેશે.

(૪) માફી

સખત સજાવાળા કેદીઓ તેમ જ આસન સજાવાળા સ્વૈચ્છિક કામ કરતા કેદીઓને નીચે મુજબ સજામાં માફી મેળવવા પાત્ર થશે.

(૧)

સામાન્‍ય માફી

૪ર દિવસ દરેક છ મહિના

(ર)

સામાન્‍ય માફી  

૪૮ દિવસ દરેક છ મહિના (નાઇટ વોચમેન તરીકે બઢતી પામેલ કેદીને)

(૩)

સામાન્‍ય માફી

પ૪ દિવસ દરેક છ મહિના (બંદીવાન અમલદાર તરીકે બઢતી પામેલ કેદીને)

(૪)

કૂંડાકામની માફી  

૬ર દિવસ દરેક છ મહિના (કૂંડાકામ કરનાર કેદીને)

(પ)

વાર્ષિ‍ક સારી ચાલ-ચલગતની માફી  

૩૦ દિવસ દરેક વર્ષે      

(૬)

ખાસ માફી

૪પ દિવસ સુધીની અધીક્ષકની સત્તામર્યાદામાં વર્ષ દરમિયાન
૪પ દિવસ સુધીની જે.ઇ.જ.શ્રીની સત્તામર્યાદામાં વર્ષ દરમિયાન

(૭)

રાજ્ય માફી

જાહેર આનંદની ઉજવણીના પ્રસંગોએ રાજ્ય સરકાર તરફથી રાષ્‍ટ્રીય તહેવારો, મહાનુભવોની જન્‍મજ્યંતી, પૂણ્યતિથિ વિગેરે. સી.આર.પી.સી.ની કલમ-૪૩ર હેઠળ

(૮)

બંધારણ હેઠળની માફી

મા.રાજ્યપાલશ્રી દ્વારા બંધારણની કલમ-૧૬૧ હેઠળ

 • રીઢા ગુનેગારો સજાના પ્રથમ છ માસ દરમિયાન તેમ જ માથાભારે કેદીઓ અલગ રીતે રાખવામાં આવેલા સમયગાળા દરમિયાન સામાન્ય માફીની પાત્રતા ધરાવતા નથી.
 • ત્રણ મહિનાથી ઓછી મુખ્ય સજાવાળા કેદીઓ તેમ જ સળંગ એક મહિનાથી ઓછા સમય માટે લાંબી સજાવાળા કેદીઓ સામાન્ય માફી મેળવવા પાત્રતા ધરાવતા નથી.
 • ફક્ત દંડ ન ભરવા બદલની સજાવાળા કેદીઓ સામાન્ય માફીની પાત્રતા ધરાવતા નથી.
 • ખાસ માફી વિશિષ્ટ પ્રકારની કેદીની કામગીરી બદલ આપવામાં આવશે.

(પ) મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ

મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ પ્રત્યે જેલ કર્મચારીઓએ લાગણીસભર વ્યવહાર રાખવો અને તેઓને મૃત્યુદંડની સજાના કારણસર એકાંતવાસમાં રાખવામાં આવશે નહીં. તેમ જ બિનજરૂરી નિયંત્રણ લાદવામાં આવશે નહીં.

 • મૃત્યુદંડની સજા સામે અપીલ કરવા શક્ય બધી સવલત આપવાની રહેશે.
 • મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ માટે પુસ્તકો, ધાર્મિક પુસ્તકો, ફોટાઓ, વર્તમાનપત્રો વગેરેની પરવાનગી આપવાની રહેશે.
 • મૃત્યુદંડની સજા પામેલા કેદીઓની મુલાકાત તેમના કુટુંબીજનો, મિત્રો અને કાનૂની સલાહકારો અવારનવાર લઈ શકશે.

(૬) કાચા કામના કેદીઓ

કાચા કામના કેદીઓને ગુનેગાર તરીકે ગણવાના ન હોવાથી ખાસ હક્ક ધરાવે છે.

 • કાચા કામના કેદીઓને સામાન્યત: સજાવાળા કેદીઓથી અલાયદા રાખવામાં આવશે.
 • કાચા કામના કેદીઓને પોતાનાં અંગત કપડાં, બિસ્તરા અને ખોરાક ઉપયોગ કરવા મંજૂરી આપી શકાશે.
 • કાચા કામના કેદીઓ પાસેથી પોતાનાં અંગત કામો જેવાં કે કપડાં ધોવા, રહેણાંકની જગ્યાની સ્વચ્છતા રાખવી વગેરે સિવાય પાકા કામના કેદીઓની માફક કામ લઈ શકાશે નહીં.
 • કાચા કામના કેદીઓને સ્વેચ્છાએ અને જરૂરિયાત મુજબ કામ આપી શકાશે અને તે બદલ તેમને વેતન ચૂકવવાનું રહેશે.
 • કાચા કામના કેદીઓ પોતાનાં અંગત વર્તમાનપત્રો, પુસ્તકો, લેખનસામગ્રી વગેરે મેળવી શકશે.

() કેદી પંચાયત

જેલમાં કેદીઓનું પ્રતિનિધિત્વ કરવા તેમ જ જેલ સંચાલનમાં મદદરૂપ થવા કેદી પંચાયતની સ્થાપના મોટી જેલોમાં નીચેની બાબતો માટે કરવાની રહેશે.

 • આરોગ્ય અને સ્વચ્છતાની જાળવણી.
 • કેદી ખોરાક રાંધવાનું ધોરણ જાળવવા અને ઉચ્ચ વ્યવસ્થા તેમ જ વહેંચણી યોગ્ય રીતે કરવા.
 • કેદીઓને તબીબી તેમ જ અન્ય જરૂરિયાત મેળવવા મદદરૂપ થવા.
 • મનોરંજન તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્થાપવા.
 • કેદીઓના રહેણાંક તેમ જ કામ કરવાની જગ્યાએ કેદીઓમાં યોગ્ય વર્તન રહે તે જોવા.
 • જેલમાં કેદી અને સ્ટાફ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સ્થાપવા સંચાલનને મદદરૂપ થવું.
 • કેદીઓ તરફથી જેલ સંચાલનને ફરિયાદો અને સૂચનો પહોંચાડવાનું પ્રતિનિધિત્વ કરવા.

(૮) રમતગમત

કેદીઓને જેલમાં કસરત કરવા તેમ જ રમતો રમવા પ્રોત્સાહિત કરવાના રહેશે.

 • જેલની અંદર મેદાનમાં શક્ય હોય ત્યાં વોલી બોલ, ટેનિસ બોલ વગેરે આઉટડોર રમતો રમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
 • કેદી રહેણાંકની જગ્યાની અંદર ઇન્ડોર રમતો જેવી કે કેરમ, ચેસ, સાપ-સીડી વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે.
 • કેદીઓની ટીમો બનાવી તે ટીમો વચ્ચે હરીફાઈ ગોઠવવા તેમ જ બહારની ટીમો સાથે હરીફાઈ રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે.
 • જેલમાં ખુલ્લી જગ્યા તેમ જ જરૂરી સાધનોની વ્યવસ્થા કસરત કરવા માટે કરવાની રહેશે.
 • કેદીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે તે માટે સાધનસામગ્રીની વ્યવસ્થા કરવાની રહેશે.

(૯) અન્ય સવલતો

કેદીઓને નીચે મુજબની સવલતો જેલમાં આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 • કેદીઓને પોતાના કુટુંબીજનોના પોસ્ટ કાર્ડના કદથી મોટા ન હોય તેવા ફોટોગ્રાફ પોતાની પાસે રાખવાની છૂટ આપી શકાશે.
 • દરેક કેદીને અઠવાડિયે એક વખત માથામાં નાંખવા કોપરેલ તેલ સરકારી ખર્ચે આપવામાં આવશે.
 • કેદીઓને દર અઠવાડિયે એક વખત દાઢી કરવાની અને દર મહિને એક વખત વાળ કપાવવાની સુવિધા સરકારી ખર્ચે કરવામાં આવશે.
 • કેદીને મહિનામાં એક વખત ધોવાનો સાબુ સરકારી ખર્ચે આપવામાં આવશે. તેમ જ ઇચ્છા ધરાવતા કેદીઓને જેલની અંદર ધોબીકામની સગવડ ઉપલબ્ધ હોય તો સ્વખર્ચે કપડાં ધોવડાવવાની છૂટ આપવામાં આવશે.
 • કેદીઓને જેલ બહારની તેમની મિલકત કાયદાની રૂએ વેચવા, બદલવા, તબદીલ કરવા કે નિકાલ કરવા પાવર ઓફ એટર્નીના દસ્તાવેજ તૈયાર કરવા તેમ જ મિત્રો, સંબંધીઓની ગેરહાજરીમાં કાયદેસરના હેતુ માટે ચેક લખવા દેવાની છૂટછાટની પરવાનગી દરેક કેસની લાયકાત વિશે સંતોષ થતાં અને છૂટનો દુરુપયોગ ન થાય એ રીતે અધીક્ષક આપી શકશે.
 • દરેક મધ્યસ્થ, જિલ્લા જેલ, મોટી જેલોમાં અલ્પાહાર ગૃહ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચલાવવામાં આવશે. જ્યાં ચા, દૂધ, કોફી અને અન્ય ખાદ્ય વસ્તુઓ ઉપરાંત સાબુ, તેલ, ટુથ પાઉડર, ટુથબ્રશ તેમ જ લેખનસામગ્રીની વસ્તુઓ ઉપરાંત અન્ય જીવનજરૂરી વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. કેદીઓ આવી ખરીદી પોતાના વેતનની રકમમાંથી તેમ જ અંગત રકમમાંથી માસિક રૂ.૮૦૦ની મર્યાદામાં કરી શકશે. સજા પામેલા કેદીઓ સજાના પ્રથમ ત્રણ માસ દરમિયાન ફક્ત સાબુ અને અન્ય ટોઇલેટ ચીજો ખરીદી શકશે.
 • સજાવાળા કેદીઓને સારી ચાલચલગત ઉદ્યમશીલતા અને સિનિયોરિટીના ધોરણે નાઇટ વોચમેન અને કેદી અમલદાર તરીકે બઢતી આપી શકાશે.

(૧૦) પત્રવ્યવહાર

 • કેદીને દર મહિને સરકારી ખર્ચે બે પત્રો અને સ્વખર્ચે બે પત્રો લખવા દેવામાં આવશે તેમ જ અધીક્ષક સ્વવિવેક અનુસાર વધારાના પત્રો લખવાની પરવાનગી આપી શકશે.
 • કેદીને પોતાના નામના બહારથી આવતા પત્રો મેળવવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવી નથી.
 • યોગ્ય કિસ્સામાં કેદીને પોતાના ખર્ચે અંતરદેશીય, તાર, રજિસ્ટર્ડ પત્ર વગેરે મોકલવાની સુવિધાઓ મળી રહેશે.
 • આવક તથા જાવકના દરેક પત્ર સેન્સર કરવાપાત્ર રહે છે. અને અશિસ્ત ભાષા, ચિત્રો વગેરે તેમ જ ગુના પ્રેરિત લખાણ રદ કરવામાં આવશે.
 • પત્રવ્યવહાર અંગેની છૂટનો ગેરઉપયોગ તેમ જ શરતોના ઉલ્લંઘનના કારણસર આ સવલત અધીક્ષક નક્કી કરે તેટલા સમય પૂરતી રદ કરવામાં આવશે.

(૧૧) વર્તમાનપત્રો

 • રાજ્ય સરકારે માન્ય કરેલી યાદી મુજબનાં વર્તમાનપત્રો સજાવાળા ૨૦ કેદી અથવા તેના ભાગ દીઠ પ્રાદેશિક ભાષાનું તેમ જ અધીક્ષકના સ્વવિવેક અનુસાર ભાષાનું એક વર્તમાનપત્ર સરકારી ખર્ચે પૂરું પાડવામાં આવશે.
 • સજાવાળા સિવાયના કેદીઓને સરકારશ્રીની માન્ય યાદી મુજબનું વર્તમાનપત્ર સ્વખર્ચે ખરીદવાની મંજૂરી આપી શકાશે.
 • સરકારે માન્ય કરેલી યાદી સિવાયનાં વર્તમાનપત્રો તેમ જ સામાયિકો મેળવવાની મંજૂરી આપી શકાશે નહીં.

(૧ર) ટેલિવિઝન અને રેડિયો :-

 • સામાન્યત: દરેક  જેલોમાં રેડિયો અને ટેલિવિઝનની સવલત ઉપલબ્ધ કરવામાં આવી છે.
 • રેડિયોનો ઉપયોગ નિયત કરેલા સમયે કરી શકાશે.
 • ટેલિવિઝન ઉપલબ્ધ સંખ્યાના આધારે બેરેકોમાં મૂકવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ નિયત કરેલા સમયે કરવાનો રહેશે.

(૧૩) કેદીઓની ફરિયાદ

કેદીઓ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી શકે તે માટે જેલમાં યોગ્ય સ્થળે ફરિયાદ પેટી મૂકવામાં આવે છે.

એક ફરિયાદ પેટી નામદાર સેશન્સ કોર્ટના જજશ્રીની ફરિયાદ પેટી રાખવામાં આવે છે જે કોર્ટ સ્ટાફ મારફત ખોલવામાં આવે છે અને નામદાર સેશન્સ જજશ્રીથી ફરિયાદોના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.

અગાઉ માનનીય મંત્રીશ્રી જેલ તરફથી પણ દરેક જેલમાં એક ફરિયાદ પેટી મૂકવામાં આવી હતી. જેનું સીધું સંચાલન તેઓશ્રીના સ્ટાફ મારફત કરવામાં આવતું હતું, પરંતુ હાલમાં દરેક જેલ ઉપર એક ફરિયાદ પેટી મુકવામાં આવી છે. જેમાં આવેલી ફરિયાદોનો નિકાલ જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીની કચેરી મારફત કરવામાં આવે છે. આ પેટીઓની ચાવી જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીની કચેરીના અધિકારી પાસે રહે છે. જેઓ ફરિયાદો પેટીમાંથી મેળવી ફરિયાદોનો વહીવટી અધિકારી મારફત જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીના પરામર્શમાં રહી યોગ્ય નિકાલ કરવામાં આવે છે. જેલોના ઇન્સ્પેકટર જનરલશ્રીની એક ફરિયાદ પેટી મહિલા વિભાગમાં તથા એક પેટી મુલાકાત રૂમમાં પણ રાખવામાં આવે છે.

(૧૪) કેદીઓને ઓપન જેલમાં મૂકવાની પદ્ધતિ

જન્મટીપના કેદીઓએ બે વર્ષની કોરી સજા ભોગવી હોય અને તેઓની વર્તણૂંક સારી હોય, જેલમાં કોઈ  શિક્ષા ન થઈ હોય તો કેદીની સ્વેચ્છાથી તેઓને ઓપન જેલમાં ખેતીકામ, ગૌશાળા, ભજિયાં હાઉસ, સેલ રૂમ વગેરેની કામગીરી માટે રાખવામાં આવે છે. જન્મટીપ સજા સિવાયના કેદીઓ તેઓની સજાનો ૧/૪ ભાગ અથવા ૪ માસ, બેમાંથી જે ઓછો સમય હોય તેને ધ્યાનમાં રાખી ઉક્ત શરતોએ ઓપન જેલમાં મૂકી શકાય છે.

(૪) માફી

સખત સજાવાળા કેદીઓ તેમ જ આસન સજાવાળા સ્વૈચ્છિક કામ કરતા કેદીઓને નીચે મુજબ સજામાં માફી મેળવવા પાત્ર થશે.

(૧) સામાન્‍ય માફી ૪ર દિવસ દરેક છ મહિના
(ર) સામાન્‍ય માફી

૪૮ દિવસ દરેક છ મહિના (નાઇટ વોચમેન તરીકે બઢતી પામેલ કેદીને)
(૩) સામાન્‍ય માફી

પ૪ દિવસ દરેક છ મહિના (બંદીવાન અમલદાર તરીકે બઢતી પામેલ કેદીને)
(૪) કૂંડાકામની માફી

૬ર દિવસ દરેક છ મહિના (કૂંડાકામ કરનાર કેદીને)
(પ) વાર્ષિ‍ક સારી ચાલ-ચલગતની માફી

૩૦ દિવસ દરેક વર્ષે      
(૬) ખાસ માફી     

૪પ દિવસ સુધીની અધીક્ષકની સત્તામર્યાદામાં વર્ષ દરમિયાન
૪પ દિવસ સુધીની જે.ઇ.જ.શ્રીની સત્તામર્યાદામાં વર્ષ દરમિયાન
(૭) રાજ્ય માફી

જાહેર આનંદની ઉજવણીના પ્રસંગોએ રાજ્ય સરકાર તરફથી સી.આર.પી.સી.ની કલમ-૪૩ર હેઠળ
(૮)

બંધારણ હેઠળની માફી

મા.રાજ્યપાલશ્રી દ્વારા બંધારણની કલમ-૧૬૧ હેઠળ
 • રીઢા ગુનેગારો સજાના પ્રથમ છ માસ દરમિયાન તેમ જ માથાભારે કેદીઓ અલગ રીતે રાખવામાં આવેલા સમયગાળા દરમિયાન સામાન્ય માફીની પાત્રતા ધરાવતા નથી.

 • ત્રણ મહિનાથી ઓછી મુખ્ય સજાવાળા કેદીઓ તેમ જ સળંગ એક મહિનાથી ઓછા સમય માટે લાંબી સજાવાળા કેદીઓ સામાન્ય માફી મેળવવા પાત્રતા ધરાવતા નથી.

 • ફક્ત દંડ ન ભરવા બદલની સજાવાળા કેદીઓ સામાન્ય માફીની પાત્રતા ધરાવતા નથી.

 • ખાસ માફી વિશિષ્ટ પ્રકારની કેદીની કામગીરી બદલ આપવામાં આવશે.

(પ) મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ

મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ પ્રત્યે જેલ કર્મચારીઓએ લાગણીસભર વ્યવહાર રાખવો અને તેઓને મૃત્યુદંડની સજાના કારણસર એકાંતવાસમાં રાખવામાં આવશે નહીં. તેમ જ બિનજરૂરી નિયંત્રણ લાદવામાં આવશે નહીં.

 • મૃત્યુદંડની સજા સામે અપીલ કરવા શક્ય બધી સવલત આપવાની રહેશે.

 • મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ માટે પુસ્તકો, ધાર્મિક પુસ્તકો, ફોટાઓ, વર્તમાનપત્રો વગેરેની પરવાનગી આપવાની રહેશે.

 • મૃત્યુદંડની સજા પામેલા કેદીઓની મુલાકાત તેમના કુટુંબીજનો, મિત્રો અને કાનૂની સલાહકારો અવારનવાર લઈ શકશે.

(૬) કાચા કામના કેદીઓ

કાચા કામના કેદીઓને ગુનેગાર તરીકે ગણવાના ન હોવાથી ખાસ હક્ક ધરાવે છે.

 • કાચા કામના કેદીઓને સામાન્યત: સજાવાળા કેદીઓથી અલાયદા રાખવામાં આવશે.

 • કાચા કામના કેદીઓને પોતાનાં અંગત કપડાં, બિસ્તરા અને ખોરાક ઉપયોગ કરવા મંજૂરી આપી શકાશે.

 • કાચા કામના કેદીઓ પાસેથી પોતાનાં અંગત કામો જેવાં કે કપડાં ધોવા, રહેણાંકની જગ્યાની સ્વચ્છતા રાખવી વગેરે સિવાય પાકા કામના કેદીઓની માફક કામ લઈ શકાશે નહીં.

 • કાચા કામના કેદીઓને સ્વેચ્છાએ અને જરૂરિયાત મુજબ કામ આપી શકાશે અને તે બદલ તેમને વેતન ચૂકવવાનું રહેશે.

 • કાચા કામના કેદીઓ પોતાનાં અંગત વર્તમાનપત્રો, પુસ્તકો, લેખનસામગ્રી વગેરે મેળવી શકશે.

() કેદી પંચાયત

જેલમાં કેદીઓનું પ્રતિનિધિત્વ કરવા તેમ જ જેલ સંચાલનમાં મદદરૂપ થવા કેદી પંચાયતની સ્થાપના મોટી જેલોમાં નીચેની બાબતો માટે કરવાની રહેશે.

 • આરોગ્ય અને સ્વચ્છતાની જાળવણી.

 • કેદી ખોરાક રાંધવાનું ધોરણ જાળવવા અને ઉચ્ચ વ્યવસ્થા તેમ જ વહેંચણી યોગ્ય રીતે કરવા.

 • કેદીઓને તબીબી તેમ જ અન્ય જરૂરિયાત મેળવવા મદદરૂપ થવા.

 • મનોરંજન તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્થાપવા.

 • કેદીઓના રહેણાંક તેમ જ કામ કરવાની જગ્યાએ કેદીઓમાં યોગ્ય વર્તન રહે તે જોવા.

 • જેલમાં કેદી અને સ્ટાફ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સ્થાપવા સંચાલનને મદદરૂપ થવું.

 • કેદીઓ તરફથી જેલ સંચાલનને ફરિયાદો અને સૂચનો પહોંચાડવાનું પ્રતિનિધિત્વ કરવા.

(૮) રમતગમત

કેદીઓને જેલમાં કસરત કરવા તેમ જ રમતો રમવા પ્રોત્સાહિત કરવાના રહેશે.

 • જેલની અંદર મેદાનમાં શક્ય હોય ત્યાં વોલી બોલ, ટેનિસ બોલ વગેરે આઉટડોર રમતો રમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

 • કેદી રહેણાંકી જગ્યાની અંદર ઇન્ડોર રમતો જેવી કે કેરમ, ચેસ, સાપ-સીડી વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે.

 • કેદીઓની ટીમો બનાવી તે ટીમો વચ્ચે હરીફાઈ ગોઠવવા તેમ જ બહારની ટીમો સાથે હરીફાઈ રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે.

 • જેલમાં ખુલ્લી જગ્યા તેમ જ જરૂરી સાધનોની વ્યવસ્થા કસરત કરવા માટે કરવાની રહેશે.

 • કેદીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે તે માટે સાધનસામગ્રીની વ્યવસ્થા કરવાની રહેશે.

(૯) અન્ય સવલતો

કેદીઓને નીચે મુજબની સવલતો જેલમાં આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 • કેદીઓને પોતાના કુટુંબીજનોના પોસ્ટ કાર્ડના કદથી મોટા ન હોય તેવા ફોટોગ્રાફ પોતાની પાસે રાખવાની છૂટ આપી શકાશે.

 • દરેક કેદીને અઠવાડિયે એક વખત માથામાં નાંખવા કોપરેલ તેલ સરકારી ખર્ચે આપવામાં આવશે.

 • કેદીઓને દર અઠવાડિયે એક વખત દાઢી કરવાની અને દર મહિને એક વખત વાળ કપાવવાની સુવિધા સરકારી ખર્ચે કરવામાં આવશે.

 • કેદીને મહિનામાં એક વખત ધોવાનો સાબુ સરકારી ખર્ચે આપવામાં આવશે. તેમ જ ઇચ્છા ધરાવતા કેદીઓને જેલની અંદર ધોબીકામની સગવડ ઉપલબ્ધ હોય તો સ્વખર્ચે કપડાં ધોવડાવવાની છૂટ આપવામાં આવશે.

 • કેદીઓને જેલ બહારની તેમની મિલકત કાયદાની રૂએ વેચવા, બદલવા, તબદીલ કરવા કે નિકાલ કરવા પાવર ઓફ એટર્નીના દસ્તાવેજ તૈયાર કરવા તેમ જ મિત્રો, સંબંધીઓની ગેરહાજરીમાં કાયદેસરના હેતુ માટે ચેક લખવા દેવાની છૂટછાટની પરવાનગી દરેક કેસની લાયકાત વિશે સંતોષ થતાં અને છૂટનો દુરુપયોગ ન થાય એ રીતે અધીક્ષક આપી શકશે.

 • દરેક મધ્યસ્થ, જિલ્લા જેલ, મોટી જેલોમાં અલ્પાહાર ગૃહ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચલાવવામાં આવશે. જ્યાં ચા, દૂધ, કોફી અને અન્ય ખાદ્ય વસ્તુઓ ઉપરાંત સાબુ, તેલ, ટુથ પાઉડર, ટુથબ્રશ તેમ જ લેખનસામગ્રીની વસ્તુઓ ઉપરાંત અન્ય જીવનજરૂરી વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. કેદીઓ આવી ખરીદી પોતાના વેતનની રકમમાંથી તેમ જ અંગત રકમમાંથી માસિક રૂ.૪૦૦ની મર્યાદામાં કરી શકશે. સજા પામેલા કેદીઓ સજાના પ્રથમ ત્રણ માસ દરમિયાન ફક્ત સાબુ અને અન્ય ટોઇલેટ ચીજો ખરીદી શકશે.