જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો

7/3/2022 5:26:08 PM

નિયમ સંગ્રહ-૧

જેલોની રાજય કક્ષાએ કામગીરી.

(A) સક્ષમ અદાલતો ઘ્વારા ગુનેગારોને કરવામાં આવતી સજાનો અમલ કરાવવો.

  • ન્યાયતંત્રનું માળખુ ત્રણ તબકકામાં વહેચાયેલુ છે.
    (૧) પોલીસ     (ર) કોર્ટ     (૩) જેલ.

  • કારોબારી કાયદા ધડવાનું કામ કરે છે. આ કાયદાનું પાલન કરાવવાનું કામ પોલીસ કરે છે અને કાયદાનું ઉલ્લધન કરનાર ગુનેગાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી સક્ષમ કોર્ટમાં રજુ કરે છે. કાયદો તોડનાર ગુનેગારને નામદાર કોર્ટ સજા કરે છે આ સજાનો અમલ જેલ તંત્ર ઘ્વારા કરાવવામાં આવે છે.

(B) જેલમાં આવેલ કેદીઓની સલામતીની જાળવણી.

  • નામદાર કોર્ટ ઘ્વારા સજા પામનાર કેદીઓની સલામતી જેલોમાં જળવાઈ રહે તે માટે જેલમાં કેદીઓનું વર્ગીકરણ કરી કેદીઓને જેલમાં રાખવામાં આવે છે. કેદીઓને કોઈ મુશ્કેલીઓ હોય તો તેઓની ફરિયાદો સાંભળીને કાયદાની મર્યાદામાં રહીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે. ઉપરાંત જેલોની સલામતીની જાળવણી માટે જેલ રક્ષકોની અને એસ.આર.પી. દળનો સધન બંદોબસ્ત રાખવામાં આવે છે.

(C) કેદીઓની શારીરિક અને માનસીક સ્વાસ્થ્યની જાળવણી

  • રાજયની જેલોમાં કેદીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે કેદી ભાઈઓ -બહેનોને ઈન્ડોર-આઉટ ડોર રમતો જેવી કે ચેસ, કેરમ બોર્ડ, ટેબલ ટેનીસ, કિ્રકેટ, વોલીબોલ જેવી રમતોની અવાર નવાર ટુર્નામેન્ટ અને હરિફાઈઓ યોજવામાં આવે છે ઉપરાંત આર્ટ ઓફ લીવીંગ, યોગ પ્રવૃત્તિઓ, વિપશ્યના શિબિરો, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ ઘ્વારા નૈતિક પ્રવચન જેવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.

(D) કેદીઓના પુનઃ સ્થાપન માટે જેલમાં રોજગાર લક્ષી ઉધોગોની તાલીમ આપવી.

  • નામદાર કોર્ટના આદેશ મુજબ જે ગુનેગારોને સખત કેદની સજા ફટકારવામાં આવે છે તેવા કેદીઓને જેલમાં કામ કરવું ફરજીયાત છે. તેથી જેલોની અંદર વિવિધ પ્રકારના ઉધોગો તાલીમ સહ ઉત્પાદનના ધોરણે ચલાવવામાં આવે છે. જેથી જેલ જીવન દરમ્યાન કેદીએ લીધેલ તાલીમનો ઉપયોગ કરી જેલ મુકત થયા બાદ કેદી પગભર થઈ શકે અને સમાજમાં પુનઃ સ્થાપન થઈ એક સારા નાગરીક તરીકે સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે.

 પરત