જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

7/3/2022 4:55:06 PM

નિયમ સંગ્રહ-ર

જેલોના અધિકારીઓ / કર્મચારીઓના અધિકારો અને ફરજો

સરકારશ્રીના ગૃહ વિભાગની તા-૧૮/૦૮/૧૯૭પની અધિસુચનાથી ગુજરાત જેલ (સ્ટાફ કામગીરી) નિયમો -૧૯૭પ થી જેલ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓની ફરજો નકકી કરવામાં આવેલ છે.

(A) જેલોના ઈન્સ્પેકટર જનરલરશ્રીની ફરજો

 • રાજય સરકાર અને જેલ અધિકારીઓ વચ્ચેનો પત્ર વ્યવહાર

  આ નિયમો અને ગુજરાત જેલ (કેદીઓને મુલાકાત,પત્ર વ્યવહાર વિગરેની સગવડ આપવા બાબતના) નિયમો-૧૯૭૩ના નિયમોની ર૩ અને ર૬ની જોગવાઈઓને આધિન રહીને જેલ અધિકારીઓ અને રાજય સરકાર વચ્ચેનો તમામ પત્ર વ્યવહાર જેલોના ઈન્સ્પેકટર જનરલ ઘ્વારા કરવો.
   
 • જેલોના ખર્ચ માટે જેલોના ઈન્સ્પેકટર જનરલ નિયંત્રક સત્તાધિકારી ગણાશે.

  તે સમયે અમલમાં હોય તેવા હિસાબ અને નાણાકીય નિયમોને આધિન રહીને જેલોના ઈન્સ્પેકટર જનરલ અંદાજપત્રમાં જેના માટે જોગવાઈ કરી હોય તેવા જેલોના તમામ ખર્ચ ઉપર પુરેપુરુ અને સામાન્ય નિયંત્રણ રાખશે પરંતુ -
  • બાંધકામો અને મરામતો,
  • સ્ટેશનરી પુરી પાડવા, અને
  • તબીબી માલ પુરો પાડવા,

અંગે થયેલ ખર્ચ રાજય સરકારે તે અર્થે કરેલા નિયમોનુસાર નિયંત્રીત કરવામાં આવશે.
 

 • જેલોના ઈન્સ્પેકટર જનરલએ તમામ બીલો ઓડીટ કરવા બાબત.

  પુર્વવર્તી નિયમોની જોગવાઈઓને આધિન રહીને જેલ ખર્ચ માટેના તમામ માસિક અને અન્ય બીલો જેલોના ઈન્સ્પેકટર જનરલને સાદર કરવા જેઓ તેને ઓડીટ કરશે.
   
 • ખર્ચ મંજુર કરવાની જેલોના ઈન્સ્પેકટર જનરલની સતા

  જેલોના ઈન્સ્પેકટર જનરલ ,
  • અંદાજપત્રમાં મંજુર અને કરેલ ખર્ચની કોઈ પણ બાબત.
  • અંદાજપત્રમાં જેને માટે અલગ જોગવાઈ કરેલ ન હોય તેવા કોઈ પણ ખાસ અથવા અસામાન્ય ખર્ચની બાબત રાજય સરકારની મંજુરીથી મંજુર કરી શકશે.
    
 • જેલોનો વહીવટી રીપોર્ટ

  જેલોના ઈન્સ્પેકટર જનરલએ અગાઉના નાણાકીય વર્ષ દરમ્યાન જેલોના વહીવટનો વિગતવાર અહેવાલ રાજય સરકાર ફરમાવે તેવા નમુનામાં મે મહીનાની ૩૧ મી તારીખ પહેલા, દર વર્ષે રાજય સરકારને સાદર કરવો જોઈશે.
   
 • જેલોના ઈન્સ્પેકટર જનરલને પ્રસિઘ્ધિ માટે પે્રસને માહિતી આપવાની સતા
   
  • જેલોના ઈન્સ્પેકટર જનરલ, પ્રકાશન નિયામકને માહિતી પ્રસિઘ્ધિ માટે સીધી મોકલી શકશે અને પ્રેસના પ્રતિનિધિઓ આવે ત્યારે વર્તમાનપત્રોમાં પ્રસિઘ્ધ થયેલ અહેવાલોને બહાલી આપી શકશે અથવા તેમનો ઈન્કાર કરી શકશે અને એ બહાલી અથવા ઈન્કારની સરકારને તથા માહિતી નિયામકને સીધી ખબર આપી શકશે.પરંતુ દૈનિક બાબતો પ્રાદેશીક પ્રકાશન અધિકારી મારફત પ્રકાશન માટે મોકલવી જોઈએ.
  • જેલોના ઈન્સ્પેકટર જનરલ, સબંધીત કલેકટર સાથે તે અંગે પરામર્શ કરવાનું જરુરી ન લાગે અને માહિતી રજુ કરવામાં બિન જરુરી વિલંબ થવાનો સંભવ ન હોય તો પ્રાદેશીક પ્રકાશન અધિકારીને જરુરી માહિતી પ્રકાશન માટે સીધી મોકલી શકશે
    
 • જેલોના ઈન્સ્પેકટર જનરલએ જેલોની તપાસ કરવા બાબત.
   
  • જેલોના ઈન્સ્પેકટર જનરલએ વર્ષમા ઓછા ઓછુ એક વાર દરેક સેન્ટ્રલ જેલ અને જિલ્લા જેલની તપાસ કરવી જોઈશે. આવી નિયમીત તપાસ કરવા ઉપરાંત કોઈ પણ જેલની તપાસ કરવા માટે કોઈ ખાસ કારણ છે તેમ તેને લાગે તો તેમ કરી શકશે તપાસ માટેની નોટીશ આપ્યા સિવાય કોઈ પણ જેલની તે મુલાકાત લઈ શકશે.
  • જેલોના ઈન્સ્પેકટર જનરલ, થોડી તાબાની જેલોની પણ પ્રસંગોપાત તપાસ કરશે, જેથી તેને તેના વહીવટનો સામાન્ય ખ્યાલ આવી શકશે.
  • નિયમીત તપાસણી દરમ્યાન જેલોના ઈન્સ્પેકટર જનરલ બીજી બાબતો ઉપરાંત,
    
   • યાર્ડ, વોર્ડ, સેલ, વર્ક શેઈડ, સ્ટોર રુમ, રસોડુ અને જાજરુ તપાસશે. તેમની મરામત કરવાની બાબત, તેમની સફાઈની સ્થિતિ, જેલની સામાન્ય સલામતી વિષે નોંધ કરશે અને જુદા જુદા વર્ગોનો કેદીઓને અલગ પાડવા અંગે અધિનિયમની આવશ્યકતાઓ અનુસાર બાંધકામની વ્યવસ્થા છે કે કેમ તે વિચારશે.
   • બાગ તપાસશે,પાણી પુરવઠાની પરિંિસ્થતિ અને સફાઈ વ્યવસ્થા જોશે માંદા કેદીઓની કાળજી પુર્વક સંભાળ રખાય છે તે જોશે. અને ખોરાક યોગ્ય ગુણવતા અને યોગ્ય પ્રમાણમા અપાય છે તેની ખાતરી કરશે.
   • દરેક કેદીની જાતે મુલાકાત લેશે તેની શારીરિક સ્થિતિ સાથે સંકળાયેલ કોઈ હકીકત કે અસર તેના શરીરના બાંધા પ્રમાણે મજુરીનું કામ આપવા બાબત અને કેદીને સાંકૃ પહેરાવવા બાબત અને કપડા કેવા પ્રકારના, કેવી હાલતમાં તથા પુરતા છે કે કેમ તે બાબતની નોંધ કરશે. માફી, ફર્લો અથવા પેરોલ મંજુર કરવા માટેના નિયમોની જોગવાઈઓનો અમલ કરી શકાય છે કે કેમ ? તે અંગે ખાતરી કરશે. કોઈ પણ અરજી અથવા ફરિયાદ કરવા માગતા હોય તે કેદીને વ્યાજબી તક આપશે અને જેલ શિસ્ત પાલનને લગતી બાબતો તપાસી હુકમ કરશે
   • પહેરો ભરતુ મહકેમ તપાસશે અને કવાયત અને બરકંદાજીમાં તેમની નિપુણતા વિશે જાતે ખાતરી કરશે.તેના શસ્ત્રો તથા દારુગોળો તપાસશે અને પહેરેદારને કવાયત આપવા ઉચ્ચ કક્ષાના તાબાના મહેકમના દરેક જેલ કારોબારી અધિકારીની શકિતની કસોટી કરશે. દિવસ અને રાત્રે ચોકી પહેરા કરવાની અને હુલ્લડ અટકાવવા અને કાબુમાં લેવા નિયમો અનુસાર જગ્યા ઉપર અસરકારક રીતે મુકવામાં આવેલ છે તેની પોતે ખાતરી કરશે.
   • તાકીદના હેતુઓ માટે આપેલ દરને સ્થાનીક બજારોમાં પ્રવર્તંતા દરો સાથે સરખામણી કરશે અને તેમના વપરાશમાં તેમના કોન્ટ્રાકટથી પુરી પડાતી તમામ ચીજ વસ્તુઓના વપરાશમાં કરકસર થાય છે તે અંગે પોતે ખાતરી કરશે
   • તે સમય અમલમાં હોય તેવા નિયમો અનુસાર તમામ હિસાબો અને રજીસ્ટ્રરો જળવાય છે તે તમામ રેકર્ડોની સલામત અભિરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરાઈ છે અને અધિનિયમોની અને આ નિયમોની આવશ્યકતાઓનું પાલન થાય છે તે અંગે પોતે ખાતરી કરશે.
   • જગ્યાની પુરતા પ્રમાણમાં છે ને ગીચતા નથી તે જોશે.
   • કેદીઓના સામાન્ય આરોગ્ય વિષે પોતે ખાતરી કરશે
   • કિશોર ગુનેગારોના કેસો તપાસશે અને તે પૈકી કોઈને બોસ્ટર્ન સ્કુલમાં મોકલી શકાય છે કે કેમ તે તપાસશે
  • જેલોના ઈન્સ્પેકટર જનરલએ પોતે કરેલ તપાસણીની યાદી બનાવશે અને તેમાં ઉપસ્થિત થતા મુદાઓની શકય હોય તો સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે ચર્ચા વિચારણા કરશે અને તેના પાલન માટે સુપ્રિન્ટેન્ડેન્ટને તે સોંપશે અને તેની આગામી તપાસ મુલાકાત સમયે યાદીમાં આપેલી સુચનાઓનું કેવી રીતે અને કેટલે સુધી પાલન થયુ છે તે દર્શાવશે.

(B) જેલોના નાયબ ઈન્સ્પેકટર જનરલની ફરજો --

 • જેલોના નાયબ ઈન્સ્પેકટર જનરલએ જેલોની તપાસ કરવા બાબત.

  (પ્રાદેશીક) જેલોના નાયબ ઈન્સ્પેકટર જનરલ,પોતાના પ્રદેશમાની દરેક પેટા જેલની દર વર્ષે તપાસ કરશે આવી તપાસ અગાઉના નિયમોમા જણાવેલી બાબતોના સબંધમાં કરવી જોઈશે તેણે જેલોના ઈન્સ્પેકટર જનરલને સમયસર તપાસ માટેના પ્રવાસ કાર્યક્રમ મોકલવો જોઈશે.

(C) જેલ અધિક્ષકના કાર્યો અને ફરજો --

 • સામાન્યત- તેની હદમાંની જેલ સાથે સબંધ ધરાવતુ તમામ કામનુ સંચાલન કરશે.
 • જયારે કેદીને મોતની સજા નો અમલ થવાનો હોય ત્યારે હાજર રહેવુ જોઈશે.
 • જેલમાના તમામ કેદીઓને દરરોજ નહી પણ મહીનામાં ‍િનયત દિવસે અથવા તે જ સમયે એક વાર ગણવા અને તેઓ જેલમાં હોવા જોઈએ તે તમામ કેદીઓ જેલમા જ છે તેની પોતે ખાતરી કરશે.
 • જેલ અને ખાસ કરીને સેલમાના એકાંત કેદના કેદીઓની દરેક કામ કાજના દિવસે સુર્યોદય પછી તરત જ ઓછા ઓછુ એક વાર કોઈ પણ સંજોગોમાં સવારના દશ વાગતા પહેલા અને જો જરુરી હોય તો રવિવારે અને જાહેર રજાના દિવસે પણ મુલાકાત લેશે.
 • વારંવાર જેલ હોસ્પીટલની મુલાકાત લેશે અને માંદા કેદીઓ અને અન્ય કેદીઓની સલામત કસ્ટડી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે તે અને નિયત તબીબી સારવાર સાથે સુસંગત હોય તે રીતે ંિશસ્ત પળાય છે તે જોશે.
 • કોઈ એક દિવસે અઠવાડીયામાં એક વાર બેરેક, યાર્ડ, સેલ, રસોડાના રુમ, જાજરુ અને જેલના કોઈ પણ ભાગ તપાસશે અને ખાસ કરીને સંબંધીત અધિકારીની હાજરીમાં તાબાના અધિકારીઓના કવાટર્સ પણ પ્રસંગોપાત તપાસશે. કેદીઓને આપવામાં આવતા શાકભાજી તદન તાજા પથ્યકર છે તે જોવા માટે જેલ બાગની પણ અવાર નવાર મુલાકાત લેશે.
 • સ્ત્રીઓ માટેની જેલ અથવા જેલના સ્ત્રી વિભાગની દરરોજ અનુકુળ સમયે મુલાકાત લેશે અને કોઈ સ્ત્રી કેદીં પાસેથી કોઈ ફરિયાદ છે કે કેમ તે જોશે. યથા પ્રસંગ સ્ત્રીઓ માટેની અથવા જેલના સ્ત્રી વિભાગના ગેટ રજીસ્ટરમાં નમુના 1 પ્રમાણેની આવી મુલાકાતની નોંધ રાખશે અને નમુના- ર પ્રમાણેના અધિક્ષકની ઓર્ડર બુકમાં તેની મુલાકાતનો સમય અને સુચનો હોય તો તે નોંધશે.
 • જેલમાના તમામ કેદીઓની એક જ સમુહમાં અથવા યોગ્ય ટુકડીઓ પાડીને ઈન્સ્પેકશન પરેડ એ રીતે રાખશે કે દરેક કેદીને જાતે અઠવાડીએ ઓછા ઓછુ એક વાર અધિક્ષક સમક્ષ તેની સામેના હુમલા અથવા ગેરવર્તણૂક માટે અથવા વધુ મુલાકાત લેવા માટે કોઈ વિનંતી કરવાની તક મળે.
 • સ્પર્શજન્ય અથવા ચેપી રોગોથી પીડાતા અથવા તેવા રોગોથી પીડાતા હોવાની શંકા હોય તેવા કેદીઓને અલગ રાખવા માટે તબીબી અધિકારીના લેખિત સુચનોનો અમલ કરવો જોઈશે અને કોઈ પણ ગંદા અથવા ગંદા હોવાની શંકા હોય તેવા કપડા અથવા બેડીંગ સાફ હોવા અને જંતુ મુકત કરવા, શુઘ્ધ અથવા નાશ કરવા માટે તરત સુચના આપવી જોઈશે.
 • કોઈ પણ કેદી માટે કોઈ પણ વધારાના બેડીગ અથવા કપડા આપવ સબંધમાં ખોરાકમાં ફેરફાર કરવા સબંધમાં અથવા જે કોઈ કેદીના મન અથવા શરીરની સ્થિતિ એવી હોય કે તેમ કરવુ જરુરી લાગતુ હોય અથવા જેને શિસ્ત પાલનથી નુકશાન જણાતુ હોય તે કોઈ પણ કેદીના સબંધમાં શિસ્ત અથવા સારવારમાં ફેરફાર કરવા સબંધમાં તબીબી અધિકારીના લેખિત સુચનોનો અમલ કરવો જોઈશે. જો શિસ્તપાલનના હિતમાં જેલ અધિક્ષક તબીબી અધિકારીની કોઈ ભલામણ સાથ તે સહમત થાય નહી તો તેણે તે બાબત જેલોના ઈન્સ્પેકટર જનરલને લખી મોકલવી જોઈશે.
 • સખત મજુરી કરાવવા માટેના નિયમોમાં વધારાના કપડા, ખોરાક અને સ્વચ્છતાની બાબતો અંગે તબીબી અધિકારી સુચવે તેવી છુટછાટ મુકી શકશે.
 • કોલેરા અથવા કોઈ ચેપી રોગ ફાટી નીકળે ત્યારે જેલોના ઈન્સ્પેકટર જનરલને, જિલ્લા મેજીસ્ટ્રેટ અને જાહેર આરોગ્ય નિયામકને તરત જ રીપોર્ટ કરવો જોઈશે અને કેદીઓમાં રોગચાળો ચાલતો હોય ત્યાં સુધી દૈનિક અહેવાલ મોકલવા જોઈશે.
 • કેદીઓને નાસી જતા અટકાવવા માટે જરુરી સાવચેતી લેશે અને બારણા, બારીઓ, સળીયા અને સાંકૃની દરરોજ તપાસ કરાવશે અને જેની ચાવી ખોવાઈ ગઈ હોય, ગેરવલ્લે મુકાઈ ગઈ હોય અથવા ચેડા કરવામાં આવેલ હોય તેવા કોઈ પણ તાળા વાપરવાનું અટકાવી શકશે.
 • જેલના દરેક ભાગમાં અને કેદીઓના શરીર તેમજ તેમના કપડા, બેડીંગ અને ખાવાના વાસણોના સબંધમાં પણ શકય તેટલી વધુમાં વધુ સ્વચ્છતા રખાય તેની ખાતરી કરવી જોઈશે.
 • શકય હોય તો જેલના જુદા જુદા ભાગોમાં કોઈ પણ સમયે ઓચિતા રોનમાં નીકૃશે.
 • જેલમાં સ્પીરીંટ, અફીણ, તમાકુ, પત્રો અથવા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લાવવા અથવા લાવવાનો પ્રયત્ન કરવા અથવા જેલની બહાર કેદીઓને આવી ચીજ વસ્તુઓ આપવી અથવા આપવાનો પ્રયત્ન કરવા માટે વ્યકિતઓને ચેતવણી આપતી નોટીશ અંગ્રેજીમાં અથવા ગુજરાતી ભાષામાં સુવાચ્ય અક્ષરોમાં જેલના દરવાજા નજીક સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોટાડાવશે અને તે પ્રમાણે અધિસુચિત કરશે કે જેલના અધિકારી અથવા મુલાકાતી સિવાયની અન્ય વ્યકિતએ કેદી સાથે અથવા અધિકારી મારફત લેખિત પરવાનગી સિવાય, મૌખિક રીતે અથવા અન્યથા કશો વ્યવહાર કરવો નહી અથવા વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવો નહી.
 • જેલ અધિનિયમની કલમ ૪૩ અનુસાર આવી રીતે વર્તનાર અથવા વર્તવાનો પ્રયત્ન કરનાર કોઈ પણ વ્યકિતને પકડશે અથવા પકડાવશે
 • કોઈ વ્યકિત, અધિકારી અથવા કેદી પાસેથી ફરિયાદ અથવા અરજી સ્વીકારશે તો તે અંગે તપાસ કરશે.
 • ડીમાન્ડ અથવા ઈન્ડેન્ટ પાસ કરતા પહેલા અથવા જેલોના ઈન્સ્પેકટર જનરલને તેની મંજુરીની જરુર હોય તો તે રજુ કરતા પહેલા તે સંભાળ પુર્વક તપાસશે અને જેલનું ખાતુ શકય તેટલી કરકસરથી ચલાવવામાં આવે છે તે જોશે.
 • નમુના-૩ પ્રમાણેના રીકવીઝીશન બુકમાં તેની પુરેપુરી વિગતો નોંધવામાં આવી ન હોય અને સબંધીત અધિકારી અને તેને પોતે નોધો અંગે ટુંકી સહી કરી ન હોય તે જેલમાં વપરાશની કોઈ ચીજ ખરીદવામાં આવતી નથી.તે જોશે.
 • જેલ અંગેના તમામ ખર્ચને કાયમી પેશગીમાંથી અથવા ઉચક બીલો ઉપર તિજોરીમાંથી નાણા ઉપાડીને અપાય છે અને કોઈ ખાનગી ફંડમાંથી આપતુ નથી તે જોશે અને જેલ હિસાબ બુકમાં એક સદરથી બીજા સદરમાં નાણા સબળ કારણોથી સમર્થન કયુ ર્ હોય તે સિવાય કરજે લેવા કે ધીરવા દેશે નહી અને તેણે એવા કારણે નમુના-ર પ્રમાણેના સુપ્રિન્ટેન્ડેન્ટના ઓર્ડર બુકમાં નોંધવા જોઈશે.
 • જેલમાં મોકલેલ માલના બીલોની ત્વરીત ચુકવણી માટે અંગત રીતે જવાબદાર રહેશે. બીલની ચુકવણી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર કરવી જોઈશે.
 • નમુના-ર પ્રમાણેની સુપ્રિન્ટેન્ડેન્ટની ઓર્ડર બુકમાં દરેક જેલરે બજાવવાની જુદી જુદી ફરજો ઠરાવશે તેને કામનો વ્યાજબી હિસ્સો ફાળળવામાં આવે છે અને તેને માટે સૌથી યોગ્ય કામનો ભાગ શકય હોય ત્યાં સુધી તેને આપવામાં આવે છે અને દરેક જેલરની સીનીયર જેલરની ફરજો શીખવાની તક મળે છે તે જોશે.
 • (ક) જેલની બહાર અંગ્રેજીમાં અને ગુજરાતીમાં નોટીશ ચોટાડાવશે કે સુપ્રિન્ટેન્ડેન્ટ અથવા તે અર્થે ખાસ સતા આપેલા જેલના કોઈ પણ અધિકારીના લેખિત ઓર્ડરથી પુરી પાડવામાં આવે તે સિવાય જેલને પુરી પાડવામાં કોઈ પણ ચીજ વસ્તુઓ માટે ચુકવણી કરવા માટે જેલ સતાવાળા અધિકારી જવાબદાર રહેશે નહી.
  (ખ) નમુના-૪ પ્રમાણેની હંગામી પહોચો ઉપર મુખ્ય કારકુન સહી કરી શકશે અને નિયમીત પહોચો ઉપર જેલ અધિક્ષક સહી કરશે અને સબધીત પક્ષકારોને મોકલવી જોઈશે.
 • મહીનામાં એક વાર જાતે ખાતરી કરશે કે જેલ માટે જરુરી ચીજ વસ્તુઓ માટે એકાઉન્ટન્ટ અથવા એકાઉન્ટન્ટ ન હોય ત્યાં હેડ કલાર્કને આપેલા તમામ નાણા યોગ્ય રીતે ખર્ચવામાં આવ્યા છે અને યોગ્ય રીતે તેનો હિસાબ રાખવામાં આવ્યો છે અને જેલ કારખાના સાથે સબંધ ધરાવતા તમામ નાણાની લેવડ દેવડનો હિસાબ લખવામાં આવે છે.
 • મહીનામાં ઓછામા ઓછી એક વાર જાતે ખાતરી કરશે કે, જેલ ફેકટરી, બાગ અથવા ડેરીમાંથી ચીજ વસ્તુઓના ખરીદનારાઓને આપવામાં આવેલ ક્રેડીટની મુદત કોઈ પ્રસંગે વધતી નથી અને આવી ચીજ વસ્તુઓના ખરીદીના સમયે ખરીદનારનું પુરુ નામ, હોદો અને નિવાસ સ્થાન ચોપડામાં નોંધવામાં આવેલ છે અને જેમને ત્રણ માસથી વધારે ન હોય તેટલી મુદત માટે ક્રેડીટ આપી શકાય તેમ હોય તેવી જાણીતી વ્યકિતઓની બાબતમાં હોય તે સિવાય ક્રેડીટથી વેચાણની છુટ અપાય નહી તે જોશે.
 • જેલના આવક અને ખર્ચઙ્ઘ ઉપર સતત અને કાળજી પુર્વક દેખરેખ રાખશે.
 • ઠરાવેલી રીતે જુન માસમાં વર્ષમાં એક વાર તેની પોતાની ઓફિસમાં નિરિક્ષણ કરશે.તાબાના અધિકારીઓને આ કામ સોપ્યા સિવાય નિરીક્ષણ (ઈન્સ્પેકશન) ના તમામ મુદા તપાસશે અને પોતાના હાથે લખીને ઉત્તર આપશે અને નિરીક્ષણ અને ઓડીટ રીપોર્ટ માં જણાવેલી ખામીઓ સુધારવા અંગત ઘ્યાન આપશે.
 • જેલને લગતી તમામ બાબતોમાં જેલોના ઈન્સ્પેકટર જનરલ સાથે પત્ર વ્યવહાર કરી શકશે અને અગત્યના દરેક બનાવથી તેને વાકેફ કરશે.પરંતુ આ નિયમોમાં જેને માટે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવી કોઈ પણ તાકીદની બાબતમાં જેલ અધિક્ષકે જેલોના ઈન્સ્પેકટર જનરલશ્રીના હુકમો લેવા જોઈશે અને તે દરમ્યાન સંજોગો પ્રમાણે જરુરી અને યોગ્ય લાગે તેવા પગલા લેશે.
 • કેદી અગાઉ ગુન્હા બદલ દોષીત ઠર્યો હોય તો તે વિષે તેને મળેલ માહિતી હોય તો તે પોલીસને જણાવશે.
 • કેદી અથવા ફરજ પરના સ્ટાફના સભ્યને ઈજામાં પરિણમતા અકસ્માતના પ્રસંગે તરત જ તપાસ કરશે અને ઈજા પામેલા કેદીઓ અથવા સ્ટાફના સભ્ય અને અન્ય સાક્ષીઓના નિવેદન નોંધશે.અને કેદીને થયેલ ઈજાની બાબતમાં આવા કેદીના માસિક પત્રકમાં ઈજાનો પ્રકાર અને કારણ નિર્ર્ર્દીષ્ટ કરશે અને તપાસ કરવામાં આવી હતી તે જણાવશે.
 • પોતે જેલને લગતા અધિનિયમ અને નિયમો ,વિનિયમો અને હુકમોથી સંપુર્ણ વાકેફ હોવા જોઈએ અને તેના યોગ્ય પાલન માટે. અને તેના હવાલામાં સોપેલા કેદીઓની તમામ સજાઓના અમલ માટે જવાબદાર રહેશે.
 • જેલ અધિનિયમ ૧૮૯૪ ની કલમ-ર ના ખંડ-ર હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટએ કરેલા તમામ લેખિત હુકમોનું પાલન થયુ છે તે બાબત જેલોના ઈન્સ્પેકટર જનરલને રીપોર્ટ કરશે.

    જેલોના ઈન્સ્પેકટર જનરલની પુર્વ પરવાનગી સિવાય અધિક્ષકે મુખ્ય મથક નહી છોડવા બાબત.

 • પેટા નિયમ (ર) ની જોગવાઈઓને આધિન રહીને જેલ અધિક્ષકે જેલોના ઈન્સ્પેકટર જનરલની પુર્વ મંજુરી મેળવ્યા સિવાય મુખ્ય મથક છોડવું નહી અથવા કોઈ વ્યકિતને ચોવીસ કલાકથી વધુ મુદત માટે જેલનો ચાર્જ સોંપવો નહી. જેલોના ઈન્સ્પેકટર જનરલ તેમને ,સીનયર જેલર અથવા સ્ટાફના સૌથી સીનીયર સભ્યને તેમની ફરજોનો ચાર્જ સોંપવાની પરવાનગી આપી શકશે.
 • જેલ અધિક્ષક તાકીદના પ્રસંગે જેલોના ઈ ન્સ્પેકટર જનરલને જાણ કરીને મંજુરીની અપેક્ષાએ રજા પર જઈ શકશે.

(D) સીનીયર જેલરની ફરજો

 • સીનીયર જેલર કેદીઓને સલામત કસ્ટડીમાં રખાય છે કે કેમ તેની ખાતરી કરશે.
 • તાબાના અધિકારીઓ અને કેદીઓ અને વચ્ચે શિસ્તનું પાલન કરાવશે.
 • બાહય નિષ્ણાંત મંડળોની વારંવાર મુલાકાત લે છે અને નમુના નંબર-પ્રમાણેના જેલર રીપોર્ટ બુકમાં આવી દરેક મુલાકાત નોંધશે.
 • જે કેસોમાં કોઈ કેદી અથવા તાબાના અધિકારી પક્ષે થયેલ કોઈ દુર્વર્તન માટે શિસ્તના પગલા લેવાનું જરુરી હોય તે કેસોમાં જેલ અધિક્ષકને રીપોર્ટ કરશે.
 • યાર્ડમાં કોઈ પણ સમયે દેખરેખ વગર નાસી જવાનું સરળ બનાવનું સંભવ હોય એ રીતે સીડી,લાકડા, દોરડા,સાંકળો, સાધનો અથવા કોઈ પણ જાતની વસ્તુઓ બિન જરુરી રીતે મુકવામાં આવતી નથી અથવા શરતચુકથી મુકાતી નથી તે જોશે અને આવી બધી વસ્તુઓ તેમજ તમામ પ્રકારના સાધનો ઉપયોગમાં લેવાતા ન હોય ત્યારે તેમને નિયત સ્થાને મુકાય છે તે જોશે.
 • કોઈ કુવા (પાણી પીવાના તેમજ નાહવાના સ્થળ) સામે કચરો કરાતો નથી અથવા યાર્ડમાં રાખવા દેવામાં આવતો નથી અને બધુ ગંદુ પાણી તુરત જ દુર કરવામાં આવે છે તે જોશે.
 • સૌથી વધારે કરકસરનો અમલ કરાવશે ,જેલની વ્યવસ્થા સાથે સંકળાયેલી તમામ બાબતો ઉપર ખાસ ઘ્યાન આપશે અને સુપ્રિન્ટેન્ડેન્ટના ઘ્યાનમાં બિનજરુરી ખર્ચ અટકાવવા માટે લાવવી જરુરી લાગે તે હકીકતો તરફ તેનું ઘ્યાન દોરશે.
 • વિંલંબ સિવાય જેલની સલામતી અને કેદીઓના સ્વાસ્થ્ય અને શિસ્તને અસર થવાનો સંભવ હોય તેવી કોઈ હકીકત અથવા સંજોગોનો સુપ્રિન્ટેન્ડેન્ટને રીપોર્ટ કરશે.ને મહેકમના કોઈ તાબાના કર્મચારીની કાર્યક્ષમતાને અસર થવાનો સંભવ હોય તો પણ તે હકીકત અને સંજોગો સુપ્રિન્ટેન્ડેન્ટના ઘ્યાન પર લાવશે.
 • સેલમાં પુરવાની સજા પામેલા કેદીઓની યાદી, જયારે કેદીઓને આવી સજા થઈ હોય ત્યારે દરરોજ તબીબી અધિકારી મોકલવામાં આવે છે તે જોશે.
 • જેલ બાગના ચાર્જ માટે કોઈ કૃષિ અધિકારી ન હોય ત્યારે તેના યોગ્ય નિભાવ માટે શકય હોય ત્યાં સુધી સમગ્ર વર્ષ દરમ્યાન નિયમીત અને કરકસરથી શાકભાજીનો પુરવઠો જાળવવા જવાબદાર રહેશે.
 • કારખાનાના મેનેજર ન હોય ત્યારે યોગ્ય સંચાલન માટે ફેકટરી જેલર પ્રથમત- જવાબદાર તો પણ જવાબદાર રહેશે.
 • સુપ્રિન્ટેન્ડેન્ટના કોઈ પણ હુકમોને આધિન રહીને વખતો વખત જેલ દિવાલની અંદર અને બહારની એમ બન્ને બાજુએ દરેક જેલ ગાર્ડને અથવા કેદીઓના સબંધમાં ચોકીપહેરો કરવાની બાબતમાં અથવા અન્ય બાબતમાં ફરજો સંભાળશે.
 • જેલનો દરેક ભાગ ખાસ કરીને સેલની જગ્યા વાંરવાર તપાસશે અને વ્યવસ્થિત છે અને સલામત છે તે જોશે. અને અઠવાઠીયામાં ઓછામા ઓછા એક વાર અચોકકસ સમયે કેદીઓની ઝડતી લેશે અથવા લેવડાવશે. અને તેમના કપડા, બેડીંગ તપાસશે અને વ્યવસ્થિત છે તે અંગે અને પ્રતિબંધીત વસ્તુઓ જેલોમાં છુપાવવામંા આવતી નથી અથવા કેદીઓના કબજામાં રહેતી નથી તે જોશે અને બેરેક અને સેલની ઝડતી લીધી હોય તે તારીખ, સમય,અને વર્ણન અને જેલર રીપોર્ટ બુક (નમુના-પ)માં નોંધશે.
 • અઠવાડીયામાં ઓછા ઓછુ એક વાર તમામ વોર્ડોની મુલાકાત લેશે અને આવી મુલાકાતો તેની રીપોર્ટ બુકમાં (નમુનાનં-પ) નોંધશે.
 • યોગ્ય બેચોમાં કેદીઓની હાજરી નોંધશે અને જેલર રીપોર્ટ બુક (નમુના-પ)માં પ્રમાણીત કરશે કે ,
  • દરેક કેદીની સાંકળો લોખંડની મજબુત અને ચોખ્ખી છે
  • બેડી પહેરેલા દરેક કેદીને જરુરી હોય તો ચામડાના પટાની જોડ મળે છે તે જોશે.
  • દરેક કેદી પાસે તેના શરીર (બોડી) અને વળતાંત (હીસ્ટ્રી)ની ટીકીટ છે તે જોશે.
  • દરેક કેદી પાસે તેને માટે અધિકૃત કરેલ પ્રમાણમાં કપડા અને બેડીંગ છે અને તે સ્વચ્છ અને વ્યવસ્થિત છે તે જોશે.
  • સારા વર્તનના બદલા માટે માફી આપવા માટેના અને સજા કરવા માટેના તેમજ જેલ અધિકારીઓના કમીશન માટેના નિયમો કેદીઓને તેને વાંચી સંભળાવ્યા છે તે જોશે.
  • અઠવાડીયા દરમ્યાન હમેશા તમામ બેરેકો અને સેલ તપાસવામાં આવ્યા છે અને બરાબર છે તે જોશે.

(D) ફેકટરી મેનેજરની ફરજો અને જવાબદારીઓ

 • ફેકટરી મેનેજર તમામ કાચા માલ સામાન,ઉત્પાદીત અન છુટક ચીજ વસ્તુઓ અને પ્લાન્ટ સહીત સમગ્ર કારખાનાનો હવાલો ધરાવશે
 • અગાઉથી આયોજન કરવા માટે સમયસર કામ કરાવવા માટે અને જેલના કારખાનામાં શકય તેટલુ સૌથી વધુ ઉત્પાદન કરવા માટે તે જવાબદાર રહેશે.
 • ફેકટરી મેનેજર
  • જરુરી તમામ ચીજ વસ્તુઓની વાર્ષિક ઈન્ડેન્ટ અને સ્થાનીક સુપ્રિન્ટેન્ડેન્ટની અગાઉથી મંજુરીથી વેપારીઓ પાસેથી મેળવેલ અન્ય ઈન્ડેન્ટ સમયસર જેલોના ઈ ન્સ્પેકટર જનરલને મોકલવુ જોઈશે
  • ચીજ વસ્તુઓ બનાવવા માટેના વર્ક ઓર્ડર માટે ઈન્સ્ટકટરને માલ સામાન આપશે અને તેમની પાસેથી બનાવેલી ચીજ વસ્તુઓ મેળવશે.
  • કારખાનાના કામકાજની દેખરેખ રાખવા માટે નિયમીત રીતે રાઉન્ડ લેશે
  • તમામ કાચો માલ સામાન, બનાવેલી ચીજ વસ્તુઓ અને ઓજારો તથા પ્લાન્ટનો ખરો હિસાબ રાખશે
  • આ નિયમો સાથે જોડેલા નીચેના નમુના જાળવશે અને સુિપ્રન્ટેન્ડેન્ટ સમક્ષ નિયમીત રીતે મુકશે.
   1. નમુનો ...૩
   ર. નમુનો ...૭
   ૩. નમુનો ...૮
   ૪. નમુનો ...૯
   પ. નમુનો ...૧૦
   ૬. નમુનો ...૧૧
   ૭. નમુનો ...૧ર
   ૮. નમુનો ...૧૩
   ૯. નમુનો ... (વર્કઓર્ડર -૧૪)
  • ચકાસણી માટે દર મહીને નમુના ૧૧ અને ૧ર સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ મુકશે.
  • તેમના ચાર્જમાના તમામ સ્ટોરની સુપ્રિન્ટેન્ડેન્ટ વાર્ષિક ખરાઈ કરે તે માટે દર વર્ષે નવેમ્બરમાં વ્યવસ્થા કરશે.
  • જેલના કારખાનામાંથી પુરી પાડેલ તમામ ચીજ વસ્તુઓના બીલ તથા ઈન્વોઈશ ત્વરીત મોકલવામા આવે તે જોશે.
  • કેદીઓને મળેલા વેતનના પત્રક કેન્ટીન સેકશનને તરત જ મોકલવામા આવે છે અને વેતન કાર્ડ ભરવામાં આવે છે તે જોશે.
  • પત્રકો અને વિવરણ પત્રકો સમયસર સાદર કરવામાં આવે છે તે જોશે.
  • ડબલ લોક સ્ટોરમાંથી કોઈ ચીજ વસ્તુ મેળવવા માગે ત્યારે સ્ટોર કીપર પાસે નમુનાનં-૧પ પ્રમાણેનું માંગણી પત્રક મુકશે.
  • બનાવવાની ચીજ વસ્તુ ઉપર સતત તપાસ રાખશે અને નમુના અનુસાર જ તે બનાવવામાં આવે છે તે જોશે.
 • હુકમોના સમયસર પાલન માટે તે અંગત રીતે જવાબદાર રહેશે.
 • તેને, તેની ફરજો બજાવવામાં શકય હોય ત્યાં સુધી ટેકનીકલ સ્ટાફ, ઉધોગ જેલર અને સુપ્રિન્ટેન્ડેન્ટે ફેકટરીના કામ માટે ફાળવ્યા હોય તેવા અન્ય કોઈ જેલર અથવા જેલરો કામ કરશે.

(F) સ્ત્રી જેલરની ફરજો

સ્ત્રી જેલર જેલના સ્ત્રી વિભાગનો ચાર્જઙ્ઘ ધરાવશે અને સુપ્રિન્ટેન્ડેન્ટની સીધી દેખરેખ હેઠળ કામ કરશે.જેલના સ્ત્રી વિભાગ સાથેઙ્ખસબંધ ધરાવે છે એટલે સુધી આ નિયમોમાં જણાવેલી, સીનીયર જેલર અને જુનીયર જેલરની તમામ ફરજો તેણી બજાવશે.જેલ ઉધાડવાના સમય થી બંધ કરવાના સમય સુધી તેણી પોતે અથવા સ્ત્રી ચોકીદાર હાજર રહે તે જોવાની તેણેની ફરજ રહેશે અને કોઈ અજાણી વ્યકિત જેલના સ્ત્રી વિભાગમાં આવતી નથી તેંની ખાતરી કરશે. તેણીએ હમેશા જેલની અંદર જેલના સ્ત્રી વિભાગની મુલાકાત લેતા સુપ્રિન્ટેન્ડેન્ટ, નાયબ સુપ્રિન્ટેન્ડેન્ટ, તબીબી અધિકારી અથવા કોઈ પણ અધિકૃત મુલાકાતીની સાથે જવુ જોઈશે. કટોકટીના સમયે તેણી તુરત જ ઉપલબ્ધ ઉપલા અધિકારીનો સંપર્ક સાધશે અને તેમના હુકમો મેળવશે.

(G) જેલ ચોકીદારની ફરજો અને જવાબદારીઓ

 • પેટ્રોલીંગની ફરજો બજાવતા હોય ત્યારે ઉભા રહેવુ અથવા ચાલવુ અને ફરજ પર હોય તે દરમ્યાન પટો કાઢી નાખવો નહી અને નીચા નમવુ નહી.
 • તેનો ગણવેશ અને સાધન સામગ્રી સુવ્યવસ્થિત રાખવા
 • સવારે કામ પર જતા કેદીઓને આપેલ ઓજારોની યાદી રાખવી.
 • ઓજારો ગણવા, તપાસવા, સ્ટોર રુમમા પરત મુકવા અને કઈ પણ ધટ થાય તો તે બાબત સાંજે જેલરને તુરત જ જણાવવી
 • તાળા, પટા અથવા બેડીઓમાંની કશી ખામીનો અથવા તેના હવાલામાની આ ચીજ વસ્તુઓ અથવા ઓજારો સાથે ચેડા થાય તેનો રીપોર્ટઙ્ઘ કરવો.
 • તેને સોંપવામાં આવેલી તમામ ચાવીઓ પોતાની પાસે રાખવી અને ગમે ત્યાં મુકવી નહી.
 • કેદીઓ સાથે માનવતાથી વર્તવુ અને તેમની દાદ ફરિયાદો તેના તુરતના ઉપરી અધિકારીના ઘ્યાન ઉપર લાવવી.
 • તેના ચાર્જમાના કેદીઓમા માંદગીના લક્ષણો સુપ્રિન્ટેન્ડેન્ટના અને તબીબી અધિકારીના ઘ્યાન પર લાવવા.
 • ફરિયાદ નહી કરનાર કેદીનું સ્વાસ્થ્ય બડગતુ જતુ જણાય તો અથવા કેદીના મનની સ્થિતિ તેના અભિપ્રાય પ્રમાણે નબળી અને અસ્થિર જણાય તો જેલરને તે બાબતે રીપોર્ટ કરવો.
 • તેની ગેંગમાના તમામ કેદીઓના ચાર્જ લેવાના અને આપવાના સમયે એવા કેદીઓ ઉપર તે ચોકી રાખે તે દરમ્યાન જરુરી લાગે તેવા અન્ય સમયે તેમની ઝડતી લેવી અને તેના ચાર્જમાના અથવા તેની બીટ ઉપરના કેદીઓ પૈકી કોઈ પણ પાસે કોઈ પ્રતિબંધીત વસ્તુઓ મળી આવે તો રીપોર્ટ કરવો.
 • જેલ મિલકતને જાણી જોઈને નુકશાન થયાની કોઈ બાબતનો રીપોર્ટ કરશે.
 • તેના ચાર્જમાં સોપેલા કેદીઓની ગણતરી કરવા માટે અને પરેડ કરવા માટે તૈયાર કરવા અને દરેક કેદી તેની જગ્યાએ યોગ્ય ક્રમમાં આવે છે, સારી રીતે વર્તે છે અને શાંતી રાખે છે તે જોવુ.
 • તેના ચાર્જમાંથી કોઈ કેદી ગુમ થયાની હકીકત જેલરને તુરત જ જણાવવી.
 • તેને સોંપેલ કેદીઓ ગણવા અને તે સંખ્યા કેદીઓની વહેચણી કરતા અધિકારીઓને જણાવવી.
 • તેના ફરજના વારા દરમ્યાન ઓછામા ઓછુ બે વાર તેના ચાર્જમાના કેદીઓ ગણવા અને તેની કસ્ટડીમા કેદીઓ ખરી સંખ્યામાં છે તેની જાતે ખાતરી કરવી.
 • તેને સોંપેલ કેદીઓ જેમની પાસેથી કામની અપેક્ષા રાખવામા આવી છે તેમની વચ્ચેની આળસને ઓછુ કામ કરવાની તમામ બાબત જણાવવી.
 • જે કોઈ કેદીને કોઈ વ્યાજબી હેતુ માટે ગેંગ છોડવાનું ફરમાવ્યુ હોય તે કેદીને આવા હેતુ માટે જવાબદાર જેલ અધિકારીના ચાર્જમાં સોપવામાં આવે તે જોવુ.
 • તેના ચાર્જમાના કેદીઓના શરીરે કપડા , બેડીંગ, બેડીની રીંગો અને જમવાના ંવાસણોની સ્વચ્છતા જળવાય તે જોવુ. અને કેદીઓ નિયત સમય અને સ્થળે જ સ્નાન કરે છે તે અને હુકમો અનુસાર બેડીંગ સુકવે છે તે જોવુ.
 • તેની જાણમાં આવે તેવા જેલમાંથી નાસી છુટવાની, હુમલો, બંડ કરવાની અને તેની પ્રતિબંધીત ચીજ વસ્તુઓ મેળવવા કોઈ કાવતરા બાબત રીપોર્ટ કરવો.
 • કોઈ જેલ નિયમોના ભંગ થવા અંગે રીપોર્ટ કરવો.
 • જેલમાં કોઈ ગંદો કચરો રાખવામા ન આવે અને વોર્ડ, સેલ અને ગટરો ચોખ્ખી રાખવામાં આવે છે તે જોવુ અને કામમા બેદરકારી કરતા ઝાડુવાળાનો રીપોર્ટ કરવો.

(H) મેટ્રનની ફરજો

 • સુપ્રિન્ટેન્ડેન્ટ અને સીનીયર જેલરના સામાન્ય નિયંત્રણને આધિન રહીને યથાપ્રસંગ સીનીયર જેલર, મેટ્રન અથવા સ્ત્રી જેલર પાસે જેલમાના સ્ત્રી કેદીઓનો પ્રત્યક્ષ ચાર્જ ધરાવશે.
 • સ્ત્રી કેદીને સ્ત્રી માટેની જગ્યામા કેદમા રાખેલ હોય ત્યારે મેટ્રન અથવા સ્ત્રી ગુનેગાર અધિકારીએ કેદીઓની આવશ્યકતાની માંગ સંતોષવા માટે અને તેણીની ઉપર નજર રાખવા માટે પોતાની પાસે સેલની ચાવી સાથે દિવસના સમય દરમ્યાન તે જગ્યામાં હમેશા હાજર રહેવુ.
 • સ્ત્રી કેદીને કોટડીમાં પુરવાની કેદની સજા થઈ હોય ત્યારે મેટ્રનએ એવા કેદીને તેણીની કોટડીમાંથી લોકઅપ કરતા પહેલા બાજુની બેરેકમાં રાખવા માટે ખસેડવી જોઈશે.
 • મેટ્રનએ દાખલ કરવામાં આવેલ તમામ સ્ત્રી કેદીઓની ઝડતી લેવી અને તેમની પાસેથી મળી આવેલી તમામ પ્રતિબંધીત વસ્તુઓ લઈ લેવી.દાખલ થતી વખતે તેમની પાસે રહેલ અથવા મળી આવેલ પૈસા અથવા અન્ય મિલકત સીનીયર જેલર અથવા સ્ત્રી જેલરને સોંપી દેવા જોઈશે. અને તે જ રીતે જરુરી લાગે તે સમયે, અથવા વરિષ્ઠ અધિકારી તેમ કરવાનું ફરમાવે ત્યારે કોઈ પણ સ્ત્રી કેદીની તેણી ઝડતી લઈ શકશે.

(I) દરવાન ( ગેટ કીપર) ની ફરજો

 • દરેક જેલમાં સીનીયર જેલ ગાર્ડ જેલના દરવાજે ફરજો બજાવવા વારા ફરતી રાખવા આવી રીતે પસંદ થયેલ વ્યકિત સારી રીતે વાંચી અને લખી શકતી હોવી જોઈએ.
 • દરવાન
  • જેલમાં મુખ્ય દરવાજાનો ચાર્જ સંભાળશે અને અન્ય જેલ ગાર્ડ તેને ફરજમાંથી મુકત ન કરે ત્યાં સુધી પોતાની જગ્યા છોડશે નહી.
  • દિવસ અને રાત દરમ્યાન જેલ દરવાજાની ચાવીઓ પોતાના પાસે રાખવી જોઈશે. અને સીનીયર જેલરની સંભાળમાં તે સોંપવી જોઈશે
  • મુખ્ય વિજળીની બતી અને એલાર્મ સ્વીચ હોય તો તે બરાબર ચાલે છે તે જોવુ જોઈએ.
  • સવારે દરવાજા ઉપર પોપ્યુલેશન બોર્ડ અધતન રાખવુ જોઈએ.
  • કોઈ નવા કેદી દાખલ થવાની હકીકત તબીબી અધિકારીના ઘ્યાન પર તરત જ લાવવી જોઈશે.
  • કોઈ પણ અનધિકૃત વ્યકિતને દરવાજામાં દાખલ થવા દેવી નહી.
 • જેલની બહાર વસ્તુઓ મોકલવામા આવે ત્યારે દરવાનની ફરજો
  • કોઈ વસ્તુ માથે ઉંચકીને. અથવા ગાડામાં ભરીને અથવા કોઈ સાધનથી જેલની બહાર મોકલવાની હોય ત્યારે તે વસ્ુતઓ જવાબદાર કારોબારી અધિકારી અથવા સબધીત ટેકનીકલ મદદનીશની હાજરીમા આવી રીતે ભરવી જોઈશે. આવા ભાર સાથે વસ્તુઓની વિગત દર્શાવતો પાસ હોવો જોઈશે.કારોબારી અધિકારી અથવા સબધીત ટેકનીકલ મદદનીશે પાસ પર સહી કરવી જોઈશે.
  • પાસ દરવાજા ઉપર દરવાનને સોપવો જોઈશે અને તેમા જે શંકા થાય તો પોતે ખાતરી કરશે કે દરવાજાની બહાર ભાર લઈ જવા દેતા પહેલા પાસમાં દર્શાવેલ વિગતો અને ભાર વસ્તુત- મળતા આવે છે
  • જેની સાથે પાસ ન હોય તેવો કોઈ પણ ભાર દરવાજાની બહાર લઈ જવા દેવામા આવશે નહી.
  • જેલમા લાવવામાં આવેલ વસ્તુઓના પાસ તેમજ વ્યકિતઓને દાખલ કરવા અંગેના પાસ સહીતના તમામ પાસ તે મળ્યા તારીખના કકાવારી ક્રમ પ્રમાણે તે હેતુ માટે ખાસ રીતે રાખેલી બાંધેલી ચોપડીમાં ચોટાડવા જોઈશે.અને દરવાને સલામત અભિરક્ષામાં રાખવા જોઈશે સિવાય કે જુની ચોપડી નિયમો હેઠળ તેનો નાશ કરવામાં ન આવે તે સમય સુધી રેકર્ડ રુમમાં રાખવા માટે હેડ કલાર્ક સોપવામા આવી હોય તે દરવાને નવી બાંધેલી ચોપડીનો ઉપયોગ કરવો નહી.
 • વસ્તુઓની આવક જાવક નોંધવા માટેના રજીસ્ટ્રર અંગેની ફરજો.
  • દરવાને દરવાજા રજીસ્ટ્રર ઉપરાંત માથા પર ઉંચકવાના અને ગાડામાં ભરવાના ભારવાળી વસ્તુઓની આવક અને જાવક નોધવા માટેના નમુના ૬ પ્રમાણે રજીસ્ટ્રર રાખવું જોઈશે આવુ રજીસ્ટ્રર દર સોમવારે સીનીયર જેલર સમક્ષ મુકવુ જોઈશે.જેઓ તે યોગ્ય રીતે જળવાય છે અને તમામ જરુરી નોંધો બરાબર કરાય છે તે જોવા માટે દરવાજાના રજીસ્ટ્રરમાંની નોધો સાથે તેમાની નોધો ફાવે તેમ તપાસશે.
 • જેલનો દરવાજો ખોલવા બાબત.
  • દરવાને એ જોવુ જોઈશે કે કોઈ પણ સંજોગોમાં બન્ને દરવાજા (મુખ્ય દરવાજા અને જેલની અંદરનો દરવાજો) સાથોસાથ ખોલવામા આવતા નથી.બીજો દરવાજો ખોલવામા આવે ત્યારે બીજા દરવાજાને તાળુ મારેલુ રાખવુ જરુરી છે.પરંતુ બે દરવાજાની વચ્ચે કેદીઓને બહાર જવા દેવાના હોય તે આઉટ ફાઈલ સિવાયના કેદીઓ હોય ત્યારે મુખ્ય દરવાજો ખોલવો નહી અને આવા પ્રસંગોએ નાનો દરવાજો ખોલવો જોઈશે.
  • પેટા નિયમ (૧) ની જોગવાઈને આધિન રહીને જેલનો મુખ્ય દરવાજો કોઈ પણ મુલાકાતી અથવા નાયબ સુપ્રિન્ટેન્ડેન્ટ અથવા તેના કરતા ઉપલા દરજજના કોઈ પણ જેલ અધિકારી માટે દિવસ દરમ્યાન ખોલવો જોઈંશે. બીજા પ્રસંગોએ તમામ પ્રવૃત્તિઓ નાના દરવાજા મારફત કરવી જોઈશે.
  • મુખ્ય દરવાજો તાકીદના પ્રસંગ હોય તે સિવાય રાત્રે ખોલવો નહી. તાળુ માર્યા પછીના તમામ સંચાર નાના દરવાજા મારફત કરવા જોઈશે.
  • સુપ્રિન્ટેન્ડેન્ટની લેખિત ખાસ મંજુરી પહેલેથી મેળવ્યા સિવાય બે મુખ્ય દરવાજા વચ્ચે કેદીને કામ માટે રોકવા નહી.
 • મિલકત ની ઉચાપત અને પ્રતિબંધીત વસ્તુઓ લાવવા બાબત.

  દરવાને જેલ મિલકતની ઉચાપત થતી અને તમાકુ ,અફીણ, અસ્ત્રો, ચપ્પુ ,ખીલો,નાણા અને પત્રો જેવી કોઈ પણ પ્રતિબંધીત વસ્તુઓ જેલમા આવતી અટકાવવી જોઈશે.
  પરંતુ તબીબી અધિકારીની લેખિત મંજુરીથી ઔષધો અને તબીબી અથવા સર્જરીના સાધનો અને જવાબદાર વ્યકિત અથવા અધિકારીના લેખિત હુકમથી કારખાનાની વસ્તુઓ, કાચો માલ સામાન, ટોર્ચ અને ઓજારો જેલમાં લાવી શકશે.
 • સ્ટોરમાં વસ્તુઓ લઈ જવા માટે રસીદ લેવા બાબત

  દરવાને સ્ટોરની અંદર કોઈ પણ વસ્તુઓ લઈ જવા દેવી નહી સિવાય કે આવી વસ્તુઓ ખસેડવા માટે રસીદ પર સહી કરી હોય.
 • દરવાને ઝડતી લેવા બાબત.

  જેલ માટેના મુલાકાતી બોર્ડના સભ્યો, જેલના રાજય પત્રિત અધિકારીઓ , મેટ્રન અને સુપ્રિન્ટેન્ડેન્ટની પરવાનીગીથી જેલમાં દાખલ થતી હોય તેવી અન્ય વ્યકિતઓ સિવાય જેલમા આવનાર અને બહાર જનાર તમામ વ્યકિતઓની ઝડતી દરવાન પુર્વવર્તી નિયમોના હેતુ માટે લે તે કાયદેસર ગણાશે. કેદીઓ સહિત તમામ વ્યકિતઓની ઝડતી શિસ્ટાચાર પ્રત્યે માન આપીને શકય તેટલી સારી રીતે કરવી જોઈશે.
 • મુકત રાખેલી વ્યકિતઓની જડતી.

  દરવાનને એમ માાનવાને કારણ હોય કે ઝડતીમાંથી મુકત રાખેલી વ્યકિત કોઈ પણ પ્રતિબંધીત વસ્તુઓ લાવે છે અથવા તેમાંથી બહાર લઈ જાય છે તો સુપ્રિન્ટેન્ડન્ટના અને તેની ગેર હાજરીમાં જેલના સૌથી વરિષ્ઠ અધિકારીના હુકમને આધિન રહીને સીનીયર જેલરે આવી વ્યકિતઓની ઝડતી લીવી જોઈશે.
 • દરવાને રજીસ્ટર રાખવા બાબત.

  દરવાને નમુના -૧ પ્રમાણેનું ગેટ રજીસ્ટર રાખવુ જોઈશે તેમાં તેના પોતાના હસ્તાક્ષરોમાં તેની જગ્યાએથી બનતા તમામ બનાવોની સળંગ ડાયરી લખવી જોઈશે અને તેમા જેલમાં આવતી અથવા બહાર જતી દરેક વ્યકિતનું નામ તેમની કુલ સંખ્યા અને જેલમાં આવતા અને તેમાંથી બહાર જતા કેદીઓની દરેક ગેંગનો રજીસ્ટર નંબર ઈન્ચાર્જ અધિકારીના નામ સાથે નોંધવો જોઈશે. અને તેમા લાવવામા અને તેમાંથી બહાર લઈ જવામા આવતી વસ્તુઓની શકય તેટલી પુરેપુરી અને ખરી યાદી રાખવી જોઈશે અને આવા દરેક દાખલામાં વસ્તુ લાવવા અથવા તેમાંથી લઈ જવાનો સમય નોંધવો તપાસવા અનેં સહી માટે આ રજીસ્ટર સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ દરેક અઠવાડીએ મુકવુ.
 • વસ્તુઓની કસ્ટડી માટે દરવાન જવાબદાર રહેશે.

દરવાન નીચે જણાવેલ વસ્તુઓની સલામત કસ્ટડી માટે જવાબદાર રહેશે અને મુખ્ય દરવાજાઓની વચ્ચેના પેસેજમાં તે વસ્તુઓ રાખવી જોઈશે અને ફરજમાંથી છોડાવવામા આવે તે સમયે દરવાજા ઉપર ફરજ પરના ગાર્ડને સદરહુ વસ્તુઓ સોંપવી જોઈશે.

 • જેલોના ઈન્સ્પેકટર જનરલશ્રીની મંજુરી લઈને સુપ્રિન્ટેન્ડેન્ટ અધિકૃત કરે તેટલી સંખ્યામાં ચાલુ હાલતમાં ૬ (છ) સેલવાળી બેટરીવાળી ટોર્ચ
 • ધડીયાળ.
 • સામાન્ય ચાવી વાળી પેટી, જેના તાળા દિવાલ સાથે જડેલા હોવા જોઈશે.
 • કાચના બારણાવાળી ખાસ પેટીમાં જેલના સ્ત્રી વિભાગની ચાવીઓ.
 • ગેટ રજીસ્ટર માટે સ્ટેન્ડ ડેસ્ક અને લખવાના સાધનો
 • લોખંડની સાંકૃ
 • બોર્ડ , જેની ઉપર દરરોજ સવારે જેલની વસ્તી (કેદીઓની વિગત , સંખ્યા)ની વિગતો લખવી.
 • મુલાકાતીઓની યાદી અને સરકારે નીમેલા નૈતિક વિષયોના પ્રવચનકારો
 • મેજર ટેપ (૧૬ મીટર)
 • ટેલિફોન (પ્રબંધ કર્યો હોય તો)
 • પ્રાથમીક સારવારની પેટી

મેડીકલ ઓફિસરની ફરજો.

* જેલમાં દાખલ થતા તમામ પ્રકારના કેદીઓના ચહેરા ચિન્હો મેળવી આરોગ્યની ચકાસણી કરવી.

* ગંભીર રોગોથી પિડાતા કેદીઓની ઉચ્ચ સારવાર માટે હાયર સેન્ટર ખાતે રીફર કરવા.

* જરૂરીયાત મંદ કેદીઓને એક્સ્ટ્રા ડાયેટની ભલામણ કરવી.

 

હિસાબી અધિકારીની ફરજો.

* કચેરીના તમામ અધિકારી/કર્મચારીઓના પગાર બીલોની ચકાસણી

* કચેરીના તમામ અધિકારી/કર્મચારીઓના ટી.એ./મેડીકલ બીલોની ચકાસણી

* કન્ટીજન્સી/ફેક્ટરી/કેદી વેલ્ફર/પોલીસ આવાસ કેશબુકની ચકાસણી

* ડી.સી.બીલ તથા ખર્ચ પત્રકની ચકાસણી.

* કેશબુકને લગતા તમામ રજીસ્ટરોની ચકાસણી તથા નિભાવવાની કામગીરી

 

કચેરી અધિક્ષકની ફરજો.

* નિમણુંક/બદલી/બઢતીને લગતી કામગીરી.

* જી.પી. ફંડ ઉપાડ.

* પેશગી મંજુર કરવાની કામગીરી

* રજા મંજુર કરવાની કામગીરી.

* પેન્શન કેસને લગતી કામગીરી.

* બેન્કીંગને લગતી એમ.ઓ.જમા લેવા, કુપન ખર્ચ, દવા ખર્ચના હિસાબોની ચકાસણીની કામગીરી

* ૫૦.% વેજીસ પોસ્ટમાં જમા કરવા અંગેની તથા પોસ્ટ ઉપાડની કામગીરી ઉપર દેખરેખ

 

હેડ ક્લાર્કની ફરજો.

* કચેરીની સબંધિત શાખાઓની કેશબુક સંભાળવી.

* કર્મચારીના પગાર ફિક્સેશનને લગતી કામગીરી કરવી.

* પેન્શન કેસને લગતી તમામ કામગીરી.

* ખાતાકીય ઓડીટ,એ.જી.ઓડીટ, ડી.એ.ટી.ઓડીટને લગતી તમામ કામગીરી.

* કર્મચારીઓની સ્વેચ્છિક નિવૃતી તથા વય નિવૃતીને લગતી કામગીરી કરવી.

* હંગામી જગ્યાઓ કાયમી કરવા નવી જગ્યાઓ અંગે દરખાસ્તોની કામગીરી.

* ખાતાકીય ઇન્સપેકશન નોંધની કામગીરી.

* ખાતાકીય તપાસ ફરજ મોકુફીને લગતો પત્ર વ્યવહાર.

* નવી નિમંણુક થયેલ કર્મચારી/અધિકારીઓને નિમંણુક આપવા અંગેની કામગીરી.

* અધીક્ષક તથા હિસાબી અધિકારી સુચવે તે તમામ કામગીરી.

સિનીયર ક્લાર્કની ફરજો.

* અધિકારી/કર્મચારીઓના પગારબીલની કામગીરી.

* કર્મચારીઓના જુથ વિમાને લગતા બીલોની કામગીરી.

* બજેટને લગતી તમામ કામગીરી.

* કેદીઓના ખાર્ધ-સામગ્રીની રેશનના રજીસ્ટરો નિભાવવા તથા સ્ટોક જાળવણી તેમજ માસીક પત્રકો મોકલવાની કામગીરી.

* કેન્ટીન વિભાગના વેચાણના રજીસ્ટરો નિભાવવા તથા સ્ટોક જાળવણીની કામગીરી.

* કર્મચારી/અધિકારીઓની સેવાપોથી નિભાવવી તથા તેને લગતા તમામ પત્ર વ્યવહાર.

* એન્યુઅલ એસ્ટ્રાબ્લીશમેન્ટ પત્રક બનાવવાની કામગીરી.

* ખાલી જગ્યા તેમજ પેન્શન ‘ક’ તથા ‘ખ’ પત્રકની કામગીરી.

* કર્મચારી/અધિકારીઓની તાલીમને લગતી કામગીરી.

* અધિક્ષકશ્રી તથા કચેરી અધિક્ષક સુચવે તે તમામ કામગીરી. 

જુનીયર ક્લાર્કની ફરજો.

*કર્મચારીઓના પ્રવાસ ભથ્થા તથા એલ.ટી.સી.બીલોની કામગીરી.

* સ્ટેશનરી રજીસ્ટર નિભાવવુ તથા સ્ટેશનરીની તમામ કામગીરી

* લાયબ્રેરી રજીસ્ટર નિભાવવુ તથા પત્ર વ્યવહારની કામગીરી.

* હાજરી પત્રક નિભાવવાની કામગીરી.

* શાખાની ટપાલોની આવક/જાવકની કામગીરી.

* કચેરી અધિક્ષક સુચવે તે તમામ કામગીરી 

સુબેદારની ફરજો.

* જેલ નિયત સમયે ઓપનીંગ થાય સંબંધિત કર્મચારી ફાલીંગમાં હાજર રહે તે સુનીશ્રિત કરવું.

* જેલમાં સ્ટાફને સાથે રાખી સમયાંતરે અસરકારક ઝડતી કરવી.

* જેલમાં રહેલ સંવેદનશિલ કેદીઓ પર વોચ રાખવી

હવાલદારની ફરજો.

* સોપવામાં આવેલ ફરજના પોઇન્ટ પર સતત એલર્ટ રહેવુ.

* જેલમાં પ્રતિબંધિત ચીજ-વસ્તુ પ્રવેસતી અટકાવવી.

* જેલમાં રહેલ કેદીઓ દ્રારા પ્રતિબંધિત ચીજ-વસ્તુઓનો ઉપયોગ થતો અટકાવવો.

* જેલમાં રહેલ સંવેદનશિલ કેદીઓ પર વોચ રાખવી.

* જેલમાં રહેલ સંવેદનશીલ સ્થળોનો સમયાંતરે રાઉન્ડ લેવો.

સિપાઇની ફરજો.

* સોપવામાં આવેલ ફરજના પોઇન્ટ પર સતત એલર્ટ રહેવુ.

* જેલમાં પ્રતિબંધિત ચીજ-વસ્તુ પ્રવેષતી અટકાવવી.

* જેલમાં રહેલ કેદીઓ દ્રારા પ્રતિબંધિત ચીજ-વસ્તુઓનો ઉપયોગ થતો અટકાવવો.

* જેલમાં રહેલ સંવેદનશિલ કેદીઓ પર વોચ રાખવી.

* જેલમાં રહેલ સંવેનશીલ સ્થળોનો સમયાંતરે રાઉન્ડ લેવો.