જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

માહિતી કક્ષની વિગતો

7/3/2022 6:06:26 PM

માહિતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સવલતોની વિગતો.

  • જેલ ખાતાનું ત્રિમાસિક મુખપત્ર હ્રદય મંથન પ્રસિઘ્ધ કરવામાં આવે છે જેમા જેલ ખાતાના અગત્યના બનાવો અને સિઘ્ધિઓ દર્શાવવામાં આવે છે તેમજ આ અંકમાં જેલમાં રહેલા કેદીઓ તેમજ જેલ મુકત થયેલ કેદીઓના વિચારોની અભિવ્યકિત રજુ કરવાની તક આપવામાં આવે છે.આ મુખપત્રમાં જેલ ખાતાની વિવિધ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ પણ પ્રસિઘ્ધ કરવામાં આવે છે.આ મુખપત્ર જેલ ખાતા અને સમાજ વચ્ચે સંકલનની કડી રુપ સાબિત થયેલ છે.

  • જેલ ખાતાની કામગીરી તથા ઉપલબ્ધીઓ વર્ણવતી પુસ્તીકા GOOD GOVERNANCE INITIATIVES (BEST PRISON PRACTICES) પ્રકાશીત કરવામાં આવે છે.અને ગુજરાત રાજયમાં અને ભારતભરની જેલોની વડી કચેરી (જેલોના ઈન્સ્પેકટર જનરલશ્રીની કચેરીઓમાં મોકલવામાં આવેલ છે જેનાથી જેલ ખાતા વિષે પારદર્શકતાતથા જાગૃતિ કેળવાયેલ છે

  • જેલ ખાતાની અગત્યની ગતિ વિધિઓ તેમજ ઉપલબ્ધીઓની ઈલેકટ્રોનીક તેમજ-પ્રિન્ટ મીડીયાના મારફત અવાર નવાર પ્રસિઘ્ધ કરવામાં આવે છે જેનાથી પણ સમાજને જેલ ખાતારચનાત્મક તેમજ હકારાત્મક પ્રવૃત્તિ વિશે માહિતી મળે છે તેનાથી જેલ ખાતા વિશે હકારાત્મક અભિગમ ઉભો થાય છે .

  • નાગરિક અધિકાર કાર્યક્રમ અંતર્ગત જેલ ખાતાનુ નાગરિક અધિકાર પત્ર પ્રસિઘ્ધ કરવામાં આવે છે અને રાજયની દરેક જેલો ખાતે જનસેવા કેન્દ્રો ઉભા કરવામાં આવેલ છે.તથા દરેક જેલો અધિક્ષકોને હોદોની રુએ લોક ફરિયાદ નિવારણ અધિકારી તરીકે નિમણુક આપવામાં આવેલ છે.જેથી સ્થાનીક કક્ષાએ અરજદારોના પ્રશ્નો/ ફરિયાદો તાત્કાલીક ધોરણે નિવારણ કરી શકાય છે

પરત