જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

પ્રકીર્ણ

7/3/2022 5:07:08 PM
 

અન્ય ઉપયોગી માહિતી

  • જેલ ખાતામાં સૌ પ્રથમ વાર વીડીયો કોન્ફરન્સીંગ સીસ્ટમ અમદાવાદમઘ્યસ્થ જેલ અને સીટી સેશન્સ કોર્ટ ભદ્ર અમદાવાદ સંકુલ વચ્ચે તા.૦૧-૦૧-ર૦૦૪ થી શરૂકરવામાં આવેલ છે. રાજયની  તમામ જેલો ખાતે વિડીયો કોન્ફરસીંગ સીસ્ટમ સ્થાપિત કરી સ્થાનિક કોર્ટો સાથે લીન્કેજ કરવામાં આવેલ છે.
     
  • જેલોમાં રહેલ કેદીઓ જેલ મુકિત બાદ સમાજમાં પુનઃસ્થાપિત થઇ શકે તે માટે વિવિધ ઉધોગોની તાલીમ આપવામાં આવે છે. આ અન્વયે જેલોમાં એન.જી.ઓ/પ્રતિષ્ઠીત સંસ્થાઓની મદદ મેળવી રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી રહેલ છે.
  • માનસ પરિવર્તન માટે  એન.જી.ઓ/પ્રતિષ્ઠીત સંસ્થાઓના સહયોગથી યોગ, મેડીટેશન, સાસ્કૃતિક કાર્યક્રમ, નૈતિક પ્રવચનોના કાર્યક્રમ યોજવામાં આવે છે.
  • રાજયની જેલોની સલામતી વ્યવસ્થા વધુ સધન અને સુદ્રઢ કરવાના ભાગરૂપે જેલોમાં લાઇવ વાયર, હાઇ માસ્ટ પોલ,એકસ-રે સ્કેનીંગ મશીન, ડોરફેમ મેટલ ડીટેકટર, હેન્ડ હેલ્ડ મેટલ ડીટેકટર વસાવવામાં આવેલ છે.
  • રાજયની જેલોમાં મોબાઇલ ફોનના અનઅધિકૃત ઉપયોગ અટકાવવા અમદાવાદ, વડોદરા અને રાજકોટ મધ્યસ્થ જેલો ખાતે સેલ ફોન જામર ૩જી માં અપગ્રેડ કરવામાં કરવામાં આવી રહેલ છે. તથા રાજયની લાજપોર મધ્યસથ જેલ,જુનાગઢ/ભાવનગર,નડીયાદ/ જામનગર/મહેસાણા/પાલનપુર જીલ્લા જેલ અને પાલારા(ભુજ) અને પોરબંદર ખાસ જેલો ખાતે ૩જી સેલફોન જામરસીસ્ટમ લગાવવામાં આવનાર છે.

પરત