હું શોધું છું

હોમ  |

સિદ્ધિ‍ઓ
Rating :  Star Star Star Star Star   

સિદ્ધિ‍ઓ

  • ૧૯૯૭ની ખરીદ નીતિમાં સરકારશ્રીના તા.ર૮/૦૮/૨૦૦૩ના પરિપત્રથી સાનુકૂળ ફેરફાર કરવામાં આવ્યો છે, જે મુજબ સરકારી વિભાગો ટેન્‍ડરો આમંત્રિત કર્યા સિવાય જેલ ઉત્‍પાદન રૂ. ૪૦,૦૦૦/- ની મર્યાદા સિવાય ખરીદી શકે છે. આ સાનુકૂળ ફેરફારના કારણે અન્‍ય સરકારી વિભાગોના તેમ જ ખાનગી ઓર્ડરોમાં વધારો થવા પામેલ છે. તે મુજબ સને ૨૦૧૨-ર૦૧૩માં રૂ.૯૫.૮૫ કરોડનું ઉત્પાદન થયેલ, સને ૨૦૧૩-ર૦૧૪માં રૂ.૯૯.૯૯ કરોડનું ઉત્‍પાદન થયેલ અને ૨૦૧૪-૨૦૧૫માં રૂ.૮૯.૩૩ કરોડનું ઉત્‍પાદન થયેલ છે.
  • તા.૦૧/૦૧/ર૦૦૩થી કેદી વેલ્‍ફેર ફંડ યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત કેદી કલ્‍યાણની પ્રવૃત્તિઓ તેમ જ કેન્‍ટીન સવલતોનું સંચાલન કરવામાં આવે છે. જરૂરિયાતમંદ કેદીઓને ચશ્‍માં, દાંતનું ચોકઠું, દવાઓ જેવી વસ્‍તુઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે, અને વોલીબોલ, ચેસ, કેરમ તેમ જ પુસ્‍તકો પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.
  • સરકારશ્રી તરફથી દિવાળીના તહેવારોની ઉજવણી કેદીઓ પોતાના કુટુંબ સાથે કરી શકે તે હેતુથી ૧૦ દિવસની પેરોલ ૬૦ વર્ષથી મોટી ઉંમરના પુરુષ કેદીઓ તથા તમામ સ્‍ત્રી કેદીઓને આપ‍વામાં આવે છે.
  • ગુજરાત રાજ્યની ૫૦મી સુવર્ણ જયંતિ નિમિત્તે કેદીઓને રાજ્ય માફી આપવામાં આવેલ હતી. જેનો લાભ મેળવી કુલ – ૩૪૪ કેદીઓ જેલ મુક્ત થયેલ હતા.
  • ૧૯૭૯થી મહત્‍વના ફેરફાર વગર અમલમાં રહેલા કેદી ડાયેટ સ્‍કેલમાં તા.૦૬/૧૧/ર૦૦૪ની અસરથી નોંધપાત્ર સુધારો કરવામાં આવેલ છે. તે અન્‍વયે કેદીઓને હવે એકના બદલે બંને સમય શાકભાજી મળે છે, સવાર ઉપરાંત સાંજે પણ ચા આપવામાં આવે છે અને સાંજના ભોજનમાં ખીચડી આપવામાં આવે છે.
  • કેદીઓને આપવામાં આવતા રોજિંદા વેજીસના દરોમાં તા.૦૧/૦૪/ર૦૧૪ની અસરથી સુધારો અમલમાં મૂકાયેલ છે, જે અનુસાર કેદીઓને બિનકુશળ કામ માટે રૂ. ૩૦/-, અર્ધકુશળ કામ માટે રૂ. ૩૬/- તથા કુશળ કામ માટે રૂ. ૪૨/-ના દરે દૈનિક વેતન ચૂકવવામાં આવે છે.
  • સુભાષબ્રિજ ખાતેનું કેદીઓ સંચાલિત ભજિયાં હાઉસ અમદાવાદ ખાતે ઘણું જ લોક‍પ્રિય થયું છે અને દરરોજ સરેરાશ રૂ. ૨૫,૦૦૦/- જેટલું વેચાણ થાય છે. મોબાઈલ ભજીયાવાન હાલમાં જ શરૂ કરેલ છે. ઉપરાંત, રાજકોટ, સુરત જીલ્‍લા જેલ તથા હિંમતનગર સબ જેલ ખાતે પણ ભજીયા હાઉસ કાર્યરત છે.

જેલ વિભાગના જેલ ઉદ્યોગોના વિકાસ તથા વિસ્‍તરણ માટે કરવામાં આવેલ પ્રવૃત્તિઓ

(૧)     કેદીઓને વ્યાવસાયિક તાલીમ, રોજગારી આપી પુનઃસ્થાપિત કરવાનો હેતુ સિધ્ધ કરવા માટે રાજયની ૧૦-જેલો જેવી કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, સુરત, નડીયાદ, મહેસાણા અને પાલનપુર ખાતે વિવિધ પ્રકારના જેલ ઉદ્યોગો ચલાવવામાં આવે છે.

(ર)     રાજયની ઉક્ત જેલોમાં તાલીમ સહ ઉત્પાદનના ધોરણે ચલાવવામાં આવતા વણાટ, સુથારી બેકરી, દરજી, કેમિકલ, પ્રેસ તથા ભજીયા હાઉસ જેવા ઉધોગોમાં કેદીઓને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. અને કેદીઓને નિયત દરે વેજીસ ચુકવવામાં આવે છે. જેલ ઉત્પાદનના વેચાણ દ્વારા ઊભી થનાર આવક સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે છે. જેલ ઉધોગો નહીં નફો નહીં નુકશાનના ધોરણે ફકત ૧૦% નફો લઇ ચલાવવામાં આવે છે. 

(૩)     જેલ જીવન દરમિયાન કેદીઓએ પ્રાપ્ત વ્યાવસાયિક કુશળતાનો ઉપયોગ કરી કેદીઓ જેલમુકત થયા પછી પોતાની આજીવિકા કમાઇ શકે છે. અને સમાજમાં એક સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થઇ શકે છે.

 જેલ ઉદ્યોગોના આદ્યુનિકરણ માટે હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ

(૧) ભારત સરકારના મજૂર અને રોજગાર મંત્રાલય દ્વારા માન્ય સંસ્થા બ્યુરો ઓફ સ્કીલ એસેસમેન્ટના ઉપક્રમે વિભિન્ન ટ્રેડના આઇ.ટી.આઇ. સમકક્ષ પ્રમાણપત્રો કૂલ- ૬૧૪ કેદીઓને એનાયત કરવામાં આવેલ છે. જેના આધારે કેદીઓ જેલમુકત થયા પછી રોજગારી મેળવી શકે છે.

(૨) પ્રતિષ્‍ઠિત સ્‍વૈચ્‍છિક સંસ્થાના તરફથી મહિલા કેદીઓને વ્યાવસાયિક તાલીમ આપવા માટે તાલીમ ઉધોગ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે.

(૩) ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે જેલ ઉધોગોને માળખાકિય સહકાર તથા અન્ય સહયોગ આપવામાં આવી રહેલ છે. અને આ અંતર્ગત જાણીતા વેપારી ગૃહો હેવમોર ગ્રૃપ તથા રસમધુરની વ્યાવસાયિક સલાહ મેળવવામાં આવી રહેલ છે.

(૪) અદાણી ગ્રૃપ દ્વારા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેની ઓપન જેલમાં ગૌશાળાનું નવિનીકરણ કરવામાં આવેલ છે.

(૫) ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ઓપન જેલના ૬૦-કેદીઓને ત્રણ માસની પશુપાલન અને ડેરી સાયન્સની તાલીમ આપવામાં આવી અને તે અંગેના પ્રમાણપત્રો કેદીઓને આપવામાં આવ્યા છે.

(૬) સર્વ પ્રથમવાર દાંતિવાડા કૃષિ યુર્નિવસીર્ટી અને કૃષિ યુનિવર્સિટી આંણદ દ્વારા કૃષિ અને પશુપાલન અંગે નિઃશુલ્ક તાલીમ આપવામાં આવેલ છે.

(૭) વડોદરા મધ્‍યસ્‍થ જેલ ખાતે મહિલા કેદીભગિનીઓ માટે પ્રથમવાર પ્રતિષ્‍ઠિત એન.જી.ઓ. સંસ્‍થા (સેવા) દ્વારા કોમ્‍પ્‍યુટર સાથે અન્‍ય વ્‍યાવસાયિક તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.

(૮) સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) સંસ્‍થાના વડા સુશ્રી ઇલાબેન ભટ્ટની સંસ્‍થા દ્વારા મધ્યસ્‍થ જેલમાં રાખાવામાં આવેલ મહિલા બંદીવાનોને જ્વેલરી તથા સોફ્ટ ટોઈઝ બનાવવાની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવેલ છે.

(૯) વ્યાવસાયલક્ષી તાલીમ માટે નાબાર્ડ અને બેંક ઓફ બરોડા પાસેથી કોર્પોરેટ સોશ્યલ રીસ્‍પોન્સીબીલીટી હેઠળ સહાય મેળવવામાં આવેલ છે.

(૧૦)  રાજ્યની જેલોના કેદીઓને વ્યવસાયલક્ષી તાલીમ ઉપલબ્ધ કરાવવા વોકેશનલ ટ્રેનીંગ પ્રોવાઇડર (VTP) માટે સરકારશ્રી તરફથી મંજૂરી મળતા કુલ ૧૦ જેલોમાં તાલીમ કેન્દ્ર શરૂ કરવામા આવેલ છે. 

(૧૧) ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કેદીઓને સજીવ ખેતીની તાલીમ આપવામા આવી છે અને તેઓ દ્વારા કેદીઓને કેદીના નામથી સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવેલ છે.

(૧૨) FCCI  FLO, મહિલા સંસ્થા ગુજરાત ચેંબર્સ ઓફ કોમર્સ દ્વારા ઇટાલીયન લેસ બનાવવાની વડોદરા મધ્યસ્‍થ જેલી મહીલા બંદીબહેનોને આપવામાં આવેલ છે.

(૧૩) ઇગ્નો તથા હીરોહોન્ડાના સહયોગથી સર્ટીફીકેટ ઇન મોટર સાયકલ સર્વીસ અને રીપેરીંગની ટ્રેનીંગ અંગે બે વર્ષના MOU કરી તાલીમ યોજવામા આવેલ છે.

(૧૪) ગૌમૂત્ર અર્ક બનાવવાની અમદાવાદ મધ્યસ્‍થ જેલના ગૌશાળા ખાતે ગૌસેવા આયોગ ગાંધીનગર દ્વારા તાલીમ યોજવામા આવેલ છે. ગૌમુત્ર અર્કનું વેચાણ જેલ ભવનની બાજુમાં વેચાણ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે.     

 

(૧૫) અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ ખાતે પરિણામલક્ષી પુનઃવસન થાય તે માટે બેલેજીયા ઇન્‍ડીયા પ્રા. લી. જે ભારતની હેરસ્‍ટાઇલમાં મોખરાનું સ્‍થાન ધરાવે છે. તે સંસ્‍થા દ્વારા ૧૨૦ કેદીઓને એક માસના સર્ટીફિકેટ કોર્ષનું આયોજન કરેલ છે.

(૧૬) અમદાવાદ મધ્‍યસ્થ જેલની ઓપન જેલ ખાતેની ગૌ શાળા ખાતે ગૌમૂત્રનાં અર્કમાંથી આયુર્વેદિક ઔષધિયો બનાવવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે.

(૧૭) ગૌ સેવા આયોગ ગાંધીનગરનાં સહયોગથી શ્રીરામ ગૌ વિજ્ઞાન સંવર્ધન સેવા ટ્રસ્‍ટ, વડોદરા દ્વારા ઓપન જેલ અમદાવાદનાં ૨૫ કેદીઓને ગૌમૂત્રમાંથી જુદા-જુદા અગિયાર પ્રકારની વસ્તુઓ જેવી કે ન્‍હાવાના સાબુ, ફિનાઇલ, ઉબટન, વાસણ ઘસવાના પાવડર, ચંદનધૂપ, સાદોધૂપ, લાલ દંત મંજન, કેશ તેલ, કેશ નિખાર શેમ્પુ  અને ગૌમૂત્ર અર્ક બનાવવાની ત્રણ દિવસીય તાલીમ આપવામાં આવી. અને તે મુજબની વસ્‍તુઓ બનાવી જાહેર જનતા માટે વેચાણમાં મુકવામાં આવેલ છે.    

(૧૮) ગૌ-શાળા માટે વર્ક શેડ બનાવવા સમસ્‍ત મહાજન દ્વારા રૂ.૨.૫૦ લાખ ભેટ તરીકે મળેલ છે. 

(૧૯) ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના આજીવન શિક્ષણ અને વિસ્‍તરણ વિભાગ દ્વારા અમદાવાદ મધ્‍યસ્‍થ જેલમાં ચાલતા સંબોધન કાર્યક્રમ અને રેડીયો પ્રસારણ (R.J.)ની તાલીમ ગુજરાત વિદ્યાપીઠના સ્‍ટુડીયો ખાતે ૪૮ બંદીવાનોને આપવામાં આવેલ છે.

(૨૦) તેજગઢ ખાતેની ભાષા રીસર્ચ અને પબ્‍લિકેશન સેન્‍ટર (આદિવાસી અકાદમી તેજગઢ) દ્વારા છોટાઉદેપુર સબ જેલનાં કેદીઓને બાબા પિઠોરા ચિત્ર, લાકડાની મૂર્તિ, માટી કામ અને વાંસકામની તાલીમ આપવામાં આવનાર છે.

(૨૧) ક્રીયેટીવ હટ નામની પ્રસિધ્‍ધ ફોટોગ્રાફી સંસ્‍થા દ્વારા અમદાવાદ મધ્યસ્‍થ જેલનાં કેદીઓ માટે ફોટોગ્રાફી અંગેનાં એક વર્કશોપના આયોજન કરવામાં આવેલ હતુ.

(૨૨) જેલ ઉદ્યોગોને વ્‍યાવસાયિક સ્‍પર્શ આપવા માટે અટીરા, એન.આઇ.ડી.નેશનલ ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ ફેશન ડીઝાઇનીંગ જેવી પ્રતિષ્‍ઠિત સંસ્‍થાઓના સહકાર મેળવી કૌશલ્‍ય સંવર્ધન કરવામાં આવી રહેલ છે. 

(૨૩) જાણીતા ચિત્રકાર શ્રી મુસાજી કચ્‍છી દ્વારા ચિત્રકલાની તાલીમ આપવામાં આવેલ છે અને સર્જન આર્ટ ગેલરી દ્વારા ચિત્રોનું પ્રદર્શન અને વેચાણ પણ કરી, વેચાણથી મળેલ રકમ કેદી વેલ્‍ફેર ફંડમાં જમા કરવામાં આવેલ છે.

(૨૪) અટીરા (અમદાવાદ ટેક્સટાઇલ રીસર્ચ એસોસીએશન) દ્વારા વિવીંગ વિભાગને લગતી તાલીમ અમદાવાદ મધ્યસ્‍થ જેલના ૧૦૧ કેદીઓને આપી સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ છે.

(૨૫) સ્‍વયંસેવી સંસ્થાઓના સહયોગથી રાજ્યની જેલોની મહિલા બંદીવાનોને સર્વપ્રથમ વખત સિવણ, ડ્રોઇંગ, ફેબ્રીક, સંગીત વિગેરેની તાલીમ આપવામા આવેલ છે.

 (૨૬)  રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે ગૌ શાળા ચાલુ કરવામા આવેલ છે. આ અંગે રામાણી ફાઉન્ડેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રી ધીરુભાઇ રામાણીએ ૪- ગાય, ૨-વાછરડી તથા ૧-વાછરડો ભેટમાં આપેલ છે. વધુમાં તેઓ ૫૧ ગાયો રાખી શકાય તેવી ગૌશાળા પણ બનાવી આપશે.  આ અંગે જમીન મેળવવાની કાર્યવાહી ગતિમાં છે.

(૨૭) રાજયની મધ્‍યસ્‍થ જેલો ખાતે બંદીવાનોને વેદાંત ફાઉન્‍ડેશન મુંબઈ દ્વારા કોમ્‍પ્‍યુટર શિક્ષણ, ટેલરીંગ, બ્‍યુટીશીયન કોર્ષની તાલીમ આપવામાં આવે છે.

 

 

રાજ્યની જેલોમાં ફરજ બજવતા અધિકારીશ્રીઓએ તેઓની ફરજો ઉપરાંત જેલોમા સુધારાત્મક પ્ર​વૃતિઓ,કેદીઓના માનસ પરિવર્તન અને પુન: સ્થાપન અંગેની ઉત્ક્રૃષ્ટ કામગીરીની કદર રુપે ભારતના મહામહીમ રાષ્ટ્રપતિશ્રી ધ્વારા સર્વિસ મેડલ એનાયત કરવામા આવેલ છે. તેવા અધિકારીશ્રીઓની યાદી

 

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 28-08-2017