|
જેલ સ્ટાફની ફરજો
તમામ કેદીઓ સાથે માનવીય અભિગમઃ
-
કેદી જેલમાં દાખલ થયાથી જેલ મુક્ત થાય ત્યાં સુધી તેની સાથે માનવીય અને સન્માનનીય વર્તાવ શારીરિક અને માનસિક ત્રાસ આપવો નહીં.
-
કેદીઓ સામે જરૂર પૂરતો જ (કાબૂમાં રાખવા માટે) બળનો ઉપયોગ કરવો.
-
જેલમાં દાખલ થતાંની સાથે જ કેદીને જેલને સ્પર્શતી બાબતો, તેના હક્કો, ફરજો અને કયા પ્રકારની વર્તણુંક જેલ ગુનો ગણાય તેની સઘળી જાણકારી આપવી. કેદીને મળવાપાત્ર કપડાં, રહેવાની સૂવિધા, સુવાની સુવિધા, જમવાની સુવિધા વગેરે પૂરી પાડવી.
-
કેદીને મળવાપાત્ર સુવિધાઓ જેવી કે રહેઠાણ, ખોરાક, કપડાં તથા બીમારી માટે દવાઓ સંબંધમાં તેનું યોગ્ય ધોરણ (સ્ટાન્ડર્ડ) જાળવવું.
-
કુંદરતી ન્યાયનાં ધોરણો ધ્યાનમાં રાખીને શિસ્ત પાલનના નિયમોનું અમલીકરણ.
-
જેલમાં કેદીને સલામતી માટેનું વાતાવરણ પૂરું પાડવું.
-
કેદીઓ સમાજને ફરીથી અનુરૂપ બને, પોતાના પગપર રહી આજીવિકા મેળવિ જીવન ગુજરાન કરે તેવી તકો જેલવાસ દરમિયાન પૂરી પાડવી.
-
જેલબહાર પોતાના કુટુંબ સાથે સમયાંતરે પરામર્શ કરી શકે તેવી સુવિધા આપવી.
-
જેલમાં કેદીઓને લાઇબ્રેરીનાં પુસ્તકો, વર્તમાનપત્રો અને ટીવી તથા રેડિયોની સુવિધા.
-
જેલમાં કાચા કામમાં રહેલા આરોપીઓનો ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણી તેની સાથે વ્યવહાર કરવો જોઈએ.
-
જેલ સ્ટાફને શારીરિક, માનસિક સ્વસ્થતા જાળવવા માટે વખતોવખત વિવિધ પ્રકારની તાલીમ અને થયેલા આધુનિક સુધારાઓથી વાકેફ રાખવા જોઈએ.
|
|