હું શોધું છું

હોમ  |

જેલોમાં ઉદ્યોગો
Rating :  Star Star Star Star Star   

જેલ ઉદ્યોગો

જેલોમાં ચાલતા વિવિધ ઉદ્યોગોમાં થયેલ ઉત્‍પાદનની વિગતો

વિવિધ ઉદ્યોગો

૨૦૧૪-૧૫

૨૦૧૫-૧૬

૨૦૧૬-૧૭

૨૦૧૭-૧૮

૨૦૧૮-૧૯

વણાટ

૩,૫૯,૯૪,૫૩૮=૦૦

૩,૨૭,૪૩,૮૫૦=૦૦

૩,૦૬,૬૦,૬૭૭=૦૦

૨,૧૪,૧૫,૨૩૯=૦૦

૩,૫૦,૫૨,૧૦૬=૦૦

દરજી

૧,૨૩,૦૦,૭૬૬=૦૦

૨,૨૯,૮૧,૮૮૧=૦૦

૧,૭૧,૭૩,૯૭૯=૦૦

૧,૩૯,૩૧,૩૧૭=૦૦

૮૪,૫૨,૨૮૩=૦૦

સુથારી

૭,૯૧,૦૭૩=૦૦

૬૧,૯૯,૭૭૫=૦૦

૭૨,૨૫,૨૬૧=૦૦

૮૬,૬૯,૭૦૮ =૦૦

૧,૧૨,૬૧,૧૮૦=૦૦

કેમિકલ

૫૯,૦૯,૨૫૨=૦૦

૩૫,૩૪,૦૬૪=૦૦

૬૨,૮૬,૦૬૫=૦૦

૩૬,૦૬,૬૬૫ =૦૦

૧,૦૫,૮૩,૯૨૦=૦૦

બેકરી

૧,૦૮,૩૬,૧૫૪=૦૦

૧,૧૧,૬૦,૩૩૬=૦૦

૯૯,૯૮,૨૩૯=૦૦

૧,૧૩,૫૯,૩૨૮ =૦૦

૨,૦૮,૪૦,૬૬૬=૦૦

ભજીયા હાઉસ

૧,૧૦,૦૭,૦૫૫=૦૦

૯૧,૦૦,૯૦૫=૦૦

૯૭,૪૨,૧૧૦=૦૦

૯૫,૫૭,૪૧૯=૦૦

૭૧,૦૨,૧૬૧=૦૦

પ્રિન્‍ટીંગ

૪૮,૪૬,૯૮૯=૦૦

૭૨,૩૩,૮૧૪=૦૦

૭૭,૦૫,૨૦૯ =૦૦

૧,૦૪,૦૨,૧૧૫=૦૦

૧,૪૭,૨૦,૪૭૮=૦૦

ધોબી

૫,૩૬,૫૪૩=૦૦

૫,૮૨,૪૯૫=૦૦

૫,૪૫,૧૭૬ =૦૦

૬,૫૯,૬૫૭=૦૦

૩૦,૭૦,૦૯૬=૦૦

કુલ

૮,૯૩,૩૨,૩૭૦=૦૦

૯,૩૫,૩૭,૧૨૦=૦૦

૮,૯૩,૩૬,૭૧૬=૦૦

૭,૯૬,૦૧,૪૪૮=૦૦

૧૦,૪૬,૯૨,૮૯૦=૦૦

 
 • પ્રતિ વર્ષ સરેરાશ નવ થી દશ કરોડનું જેલ ઉદ્યોગોમાં ઉત્પાદન કરવામાં આવે છે.
 • ઉદ્યોગ  અને ખાણ વિભાગના ઠરવ ક્રમાંકઃ એસ.પી.ઓ./૧૦૨૦૧૫/૬૯૧૦૯૩/ચ, તા. ૦૧/૦૭/૨૦૧૯ ના ઠાવથી સરકારના વિભાગો દ્વારા જેલ ખાતા પાસેથી વિના ટેન્ડરે રૂ. ૧૫ લાખ સુધી સીધી ખરીદી કરી શકાય છે.

       

રાજયની જેલોમાં ચાલતા ઉદ્યોગો

વણાટ વિભાગ

કેદી કાપડ, કેદી ધાબળા, કેદી શેત્રંજી, સુપર ડુંગરી કાપડ, હોસ્પિટલ કાપડ નં.૮, પોલીસ/એસ.આર.પી. તંબુ, ફસ્‍ટ-સેકન્‍ડ કાપડ, ડસ્‍ટર કાપડ, ફાઈલ લેસ, ફાઈલ ટેગ, પોલીસ શેત્રંજી, હનીકોમ્‍બ ટુવાલ, ટક્સિ ટુવાલ, ડોબી ચાદરો, શેતરંજીઓ, આસનીયાઓ, પંજા શેત્રંજી (વો ટુ વો), નિવાર પાટી, નાડા પાટી, દોરી, દોરડા, ચુંટણી માટે ટવાઈન બોલ, સિલિંગ ટેપ વગેરેનું ઉત્‍પાદન કરવામાં આવે છે.

સુથારી વિભાગ

દરેક પ્રકારના ટેબલ, રેક, ખુરશી, દિવાન પાટ, ટિપોઈ, પેટી પલંગ, કોર્નર, નકશીકામનું ફર્નિચર,  દરેક ફર્નિચર રીપેરીંગ, સ્‍ટીલ કબાટ, રેક ગ્રાહકની માંગણી પ્રમાણે બનાવી પૂરૂં પાડવામાં આવે છે. 

બેકરી વિભાગ

બ્રેડ, ટોસ, ખારી, સાદી બિસ્‍કીટ, કેક, સેવ, ચેવડો, મોહનથાળ, કાજુ બિસ્કીટ, નાનખટાઈ, ભાખરવડી, ફરસીપુરી, સક્કરપારા, ફુલવડી, મીકસ ચેવડો, મીઠી બુંદી,  શિયાળામાં અડદપાક, મેથીપુરી, વગેરે નિયમિત તથા પ્રસંગોપાત બનાવવામાં આવે છે. અમદાવાદ,  લાજપોર (સુરત) મધ્‍યસ્‍થ જેલ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા કોલોની ખાતે ભજીયા બનાવી જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે. રાજકોટ મધ્યસ્થ જેલ સંચાલિત કાલાવાડ રોડ ઉપર આવેલ ભજીયા હાઉસમાં ફાફડા, જલેબી તેમજ ચાનું જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે.

દરજી વિભાગ

કેદી કપડાંની સિલાઈ, જેલ રક્ષકવર્ગ, પોલીસ તેમજ એસ.આર.પી.ના કર્મચારીઓના યુનિફોર્મ સિલાઈ, પોલીસ/એસ.આર.પી. તંબુ બનાવવા, જાહેર જનતાના કપડાં સિલાઈ, પેન્‍ટ, શર્ટ, પંજાબી સુટ, સ્‍કુલ બેગ, લેડીઝ બેગ, ઓફિસ બેગ, વગેરે સિલાઈકામ તેમજ તૈયાર માલ જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે. 

કેમિકલ વિભાગ

સાબુ ગોટી, ડીટરજન્‍ટ પાઉડર, કલીનીંગ પાઉડર, સીલીંગ વેકસ, ગુંદર, ચોક, સ્‍ટીક, સુગંધિત અને શિકાકાઈ સાબુ, લીમડા સાબુ, લીકવીડ સોપ ડીટર્જન્‍ટ, વ્હાઈટ ફીનાઇલ, બ્લેક ફીનાઇલ,  વગેરે બનાવવામાં આવે છે.     

પ્રિન્‍ટીંગ વિભાગ

જેલ ખાતાની તેમજ અન્ય સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓના જરૂરીયાત મુજબના ફોર્મ્સ, રજીસ્‍ટરો, પોલીસ સ્‍ટેશન માટેના જરૂરી ફોર્મ- રજીસ્‍ટરો, જુદા-જુદા માપના ટપાલ કવર ઓર્ડર મુજબ બનાવી પૂરાં પાડવામાં આવે છે. જે માટે ઓફસેટ પ્રિન્‍ટીંગ, ટ્રેડલ પ્રિન્‍ટીંગ વગેરે મશીનરીનો ઉપયોગ થાય છે. તેની સાથે સાથે સ્‍ક્રીન પ્રિન્‍ટીંગ, બાઈન્ડીંગ પણ કરવામાં આવે છે. 

ધોબી વિભાગ

જેલ સ્‍ટાફ તથા અન્‍ય સંસ્‍થાઓથી આવતા કપડાંઓની ધોલાઈ તથા અસ્રી કરી આપવામાં આવે છે.    

ખેતીકામ

અમદાવાદ, અમરેલી, જુનાગઢ ઓપન જેલો ખાતે કેદીઓ દ્વારા ખેતીકામ કરવામાં આવે છે તેમજ ગૌશાળામાં રહેલ પશુધન  માટે ઘાસચારાનું ઉત્‍પાદન કરવામાં આવે છે. કેદીઓ માટે વિવિધ પ્રકારની શાકભાજીનું ઉત્‍પાદન કરવામાં આવે છે.

ગોપાલન

અમદાવાદ, અમરેલી, જુનાગઢ ઓપન જેલો તેમજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ગૌશાળા આવેલ છે. જેમાં ખેતીવાડી સાથે ગોપાલન કરી મળતું દૂધ કેદીઓ માટે કેન્‍ટીનમાં વેચાણ કરવામાં આવે છે તથા જેલ સ્‍ટાફ તેમજ જાહેર જનતામાં પણ વેચાણ કરવામાં આવે છે. ગૌમૂત્રમાંથી ગૌમૂત્ર અર્ક, ફીનાઈલ બનાવવામાં આવે છે તથા જાહેર જનતા માટે વેચાણ કરવામાં આવે છે. વડોદરા અને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે વર્મી કંમ્પોસ્ટ બનાવવામાં આવી રહેલ છે. 

 

 

ભજીયા હાઉસ

 • અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ ખાતે સુભાષબ્રિજ સર્કલ પાસે જેલ તાબાની જમીનમાં વેચાણ કેન્‍દ્ર બનાવી જેલ ઉત્પાદિત ચીજ-વસ્‍તુઓનું વેચાણ કરવામાં આવે છે. તથા મેથીના ભજીયા  તૈયાર કરી જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે. જેને સારી એવી પ્રસિદ્ધિ મળી છે. બટાકાપુરી (બટાકા ભજીયા)નું પણ વેચાણ નવતર પ્રયોગરૂપે શરૂ કરવામાં આવેલ છે. જેને જાહેર જનતાનો બહોળો પ્રતિસાદ મળેલ છે. આ કેન્દ્ર ખાતે ભજીયાનું સરેરાશ રોજીંદુ રૂા.૨૫,૦૦૦=૦૦ નું વેચાણ થાય છે. જેનાથી સરકારશ્રીને સારી આવક મળી રહે છે.
 • લાજપોર (સુરત) મધ્‍યસ્‍થ જેલ સંચાલિત જુની જેલ રીંગ રોડ તથા લાજપોર જેલ ખાતે ભજીયા હાઉસ ચલાવવામાં આવે છે.
 • સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા કોલોની ખાતે રાજપીપળા જીલ્લા જેલ સંચાલિત ભજીયા હાઉસ તા.૩૧/૧૦/૨૦૧૮થી શરૂ કરવામાં આવેલ છે.
 • રાજકોટ મધ્યસ્થ જેલ સંચાલિત કાલાવાડ રોડ ઉપર આવેલ ભજીયા હાઉસમાં ફાફડા, જલેબી તેમજ ચાનું જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે.
 • સોમનાથ ખાતે તા.૧૯-૧૧-૨૦૧૮ થી તા.૨૩/૧૧/૨૦૧૮ સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જેલ વિભાગ તરફથી કેદી ઉત્પાદિત ભજીયા સ્ટોલ શરૂ કરવામાં આવેલ. જેમાં જાહેર જનતાનો સારો પ્રતિભાવ મેળવી માત્ર પાંચ દિવસમાં રૂ.૨,૫૦,૮૦૦=૦૦ નું ભજીયાનું વેચાણ કરવામાં આવેલ.
 • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ગાંધીનગર ખાતે ભજીયા સ્ટોલ રાખવામાં આવે છે. જેનો જાહેર જનતાને લાભ મળે છે.

 

કેદી સંચાલિત પેટ્રોલ પંપ

 • વડોદરા મધ્યસ્થ જેલ હસ્તકની દંતેશ્વર ઓપન જેલ ખાતે ‘પ્રિઝનર્સ વેલ્ફેર ફંડ પેટ્રોલ સ્ટેશન’ના નામથી તા.૦૩/૦૪/૨૦૧૮થી કેદી સંચાલિત પેટ્રોલ પંપ કાર્યરત છે. જેની સફળતાથી પ્રેરાઈને રાજયની અન્ય જેલો ખાતે કેદી સંચાલિત પેટ્રોલ પંપ શરૂ કરવાની કાર્યવાહી ગતિમાં છે.    

 

રાજયના જેલ ઉદ્યોગોમાં કાર્યરત ઉદ્યોગ, તાલીમ વર્ગો તથા પ્રવૃત્તિઓઃ

 • સજા પામેલા કેદીઓને વ્‍યાવસાયિક તાલીમ સહ ઉત્પાદનના ધોરણે જેલમાં રોજગારી આપી સમાજમાં પુનઃસ્‍થાપિત કરવાનો હેતુ સિદ્ધ કરવા માટે રાજયની નીચે જણાવેલ વિગતે જેલો ખાતે વિવિધ પ્રકારના ઉદ્યોગો ચલાવવામાં આવે છે.

અમદાવાદ મધ્યસ્થ જેલ

વડોદરા

મધ્યસ્થ જેલ

રાજકોટ

મધ્યસ્થ જેલ

લાજપોર

મધ્યસ્થ જેલ

જુનાગઢ

જીલ્લા જેલ

ભાવનગર

જીલ્લા જેલ

વણાટ વિભાગ

વણાટ વિભાગ

વણાટ વિભાગ

--

વણાટ વિભાગ

વણાટ વિભાગ

સુથારી વિભાગ

સુથારી વિભાગ

સુથારી વિભાગ

--

સુથારી વિભાગ

--

દરજી વિભાગ

દરજી વિભાગ

દરજી વિભાગ

દરજી વિભાગ

દરજી વિભાગ

--

ભજીયા વિભાગ

ભજીયા વિભાગ

ભજીયા વિભાગ

ભજીયા વિભાગ

--

--

બેકરી વિભાગ

બેકરી વિભાગ

બેકરી વિભાગ

બેકરી વિભાગ

બેકરી વિભાગ

બેકરી વિભાગ

ધોબી વિભાગ

ધોબી વિભાગ

ધોબી વિભાગ

ધોબી વિભાગ

ધોબી વિભાગ

ધોબી વિભાગ

પ્રેસ વિભાગ

પ્રેસ વિભાગ

--

--

--

--

--

કેમીકલ વિભાગ

--

--

--

--

 
 • રાજયની જેલોમાં તાલીમસહ ઉત્‍પાદનના ધોરણે ચલાવવામાં આવતા વણાટ, સુથારી, બેકરી, દરજી, કેમીકલ, પ્રેસ તથા ભજીયા હાઉસ જેવા ઉદ્યોગોમાં કેદીઓને વ્‍યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. સાથોસાથ બિનકુશળ કેદીઓને રૂ. ૭૦/-, અર્ધકુશળ કેદીઓને રૂ.૮૦/- અને કુશળ કેદીઓને રૂ. ૧૦૦/- ના દરે વેજીસ ચૂકવવામાં આવે છે.
 • જેલ ઉદ્યોગો ‘નહિ નફો નહિ નુકશાન’ના ધોરણે પડતર કિંમત ઉપર ફકત ૧૦ % નફો લઇ ચલાવવામાં આવે છે. જેલ ઉત્‍પાદનના વેચાણ દ્વારા ઊભી થનાર આવક સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે છે.
 • જેલજીવન દરમિયાન કેદીઓએ મેળવેલ વ્‍યાવસાયિક કુશળતાનો ઉપયોગ કરી જેલમુકત થયા પછી પોતાની આજીવિકા કમાઈ શકે અને સમાજમાં એક સારા નાગરિક તરીકે પુનઃસ્‍થાપિત થઈ શકે છે.
 • આઇ.ટી.આઇ. દ્વારા રાજયની જુદી જુદી જેલોમાં બેઝિક વુડ વર્ક, આર્ક એન્ડ ગેસ વેલ્ડર, બેઝિક ઈલેકટ્રીશીયન, ડી.ટી.પી. એન્ડ પ્રિન્ટ પબ્લિકેશન્સ, સ્પોકન ઈંગ્લીશ, બેઝિક કોમ્પ્યુટર, હાઉસ વાયરીંગ, સુથારીના તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે.
 • પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત બ્રિજ પોઈંન્ટ સ્કીલ એન્ડ નેટવર્ક પ્રા. લિ. દ્વારા રાજયની મધ્યસ્થ જેલ અમદાવાદ, રાજકોટ, વડોદરા, લાજપોર, જીલ્લા જેલ ભરૂચ, પાલનપુર, જુનાગઢ, ખાસ જેલ પાલારા(ભુજ), સબ જેલ નવસારી ખાતે ક્રાફટ બેકીંગ, બેકરી, બામ્બુ મેકીંગ, અથાણાં બનાવવા, ઈલેકટ્રીશીયન, ટી.વી. રીપેરીંગ, બામ્બુ બાસ્કેટ મેકીંગ, મલ્ટીફ્યુઝન કુકના તાલીમ વર્ગો કાર્યરત છે.    
 • રાજયની અમદાવાદ, વડોદરા, લાજપોર, રાજકોટ જેલો ખાતે મહિલા કેદીઓ માટે સ્યુઇંગ મશીન ઓપરેટર, ટેલરીંગ, બ્યુટી પાર્લર, બેકરી, અથાણાં બનાવવાની તાલીમ વર્ગો કાર્યરત છે.   
 • અમદાવાદ મધ્યસ્થ જેલના કેદીઓને ડાયમંડ એસોશિએશન, બાપુનગર દ્વારા ડાયમંડ પોલીસની તાલીમ આપવામાં આવે છે તેમજ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે પણ કોહીનુર ડાયમંડ, સુરત દ્વારા તાલીમ આપવામાં આવી રહેલ છે. સાથોસાથ તાલીમ આપનાર સંસ્થા તરફથી કેદીઓને વેતન પણ ચૂકવવામાં આવે છે.
 • અમદાવાદ મહિલા જેલ ખાતે મહિલા બંદીવાનોને કર્મા ફાઉન્ડેશન તથા નવજીવન ટ્રસ્ટ, અમદાવાદના સહયોગથી સેનેટરી નેપકીન બનાવવાની તાલીમ-સહ-ઉત્પાદનના ધોરણે રોજગારી આપવામાં આવી રહેલ છે.
 • વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સફારી સુટકેશ એસેમ્બલ કરવાની તાલીમ-સહ-ઉત્પાદનના ધોરણે રોજગારી આપવામાં આવી રહેલ છે. 
 • અમદાવાદ તથા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હીરોહોન્‍ડાના સહયોગથી ઈંન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિર્વસીટીના સહયોગથી સર્ટીફીકેટ ઇન મોટર સાયકલ સર્વિસ અને રીપેરીંગ તાલીમ આપવામાં આવી રહેલ છે.

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 07-01-2020