|
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપઘ્ધતિ
જેલ ખાતાના વિવિધ મુદાઓ અંગે નિર્ણય લેવા માટે નીચે મુજબની કાર્ય પઘ્ધતિ અનુસરવામાં આવે છે.
- નીતિ વિષયક બાબતો અંગે સરકારશ્રીના ગૃહ વિભાગ સ્તરે નિણય લેવામાં આવે છે.કેદીઓની વહેલી જેલ મુકિત રાજય માફી જાહેર કરવી, ક્રિ.પ્રો.કો.ર૬૮ (૧) હેઠળ હુકમો આપવા તેમજ રિવોક કરવા,જેલોની વિકાસ યોજના હેઠળના વહીવટી મંજુરીના હુકમો આપવા જેવી બાબતો અંગે સરકારશ્રી ગૃહ વિભાગ કક્ષાએ નિર્ણય લેવામા આવે છે.
- જેલોમાં યોજવામાં આવતા સાંસ્ક્રતિક કાર્યક્રમો, કેદીઓની પેરોલ/ ફર્લો મંજુર કરવા,જેલ બદલી, જેલ વહીવટને લગતા અન્ય નિર્ણયો વર્ગ-૩ ના કર્મચારીઓની બદલી અંગેના નિર્ણયો, ખાતાકીય તપાસ,બઢતી જેલોની વિકાસ યોજનાઓનું અમલીકરણ જેવી બાબતો જેલોના ઈન્સ્પેકટર જનરલશ્રીની કચેરી કક્ષાએ હાથ ધરવામા આવે છે.
- નાણાકીય બાબતો અંગે નિયંત્રણ અધિકારી તરીકે પોલીસ મહાનિરીક્ષક (જેલ) શ્રીની કક્ષાએ નિર્ણયો લેવામાં આવે છે. તથા હિસાબી અધિકારી ઉપાડ અધિકારી તરીકેની ફરજો બજાવે છે
પરત
|
|