હું શોધું છું

હોમ  |

વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દસ્તાવેજો
Rating :  Star Star Star Star Star   

જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યકિતઓ પાસેના
દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું રજીસ્ટર

ધી બોમ્બે એકાઉન્ટ જેલ મેન્યુઅલ ૧૯પપની જોગવાઈ અનુસાર નકકી થયેલા નીચે મુજબના (જેલ રજીસ્ટરો) દસ્તાવેજો તાબાની જેલો પર નિભાવવામાં આવે છે.

  • અન્ડર ટ્રાયલ રજીસ્ટર - આ રજીસ્ટરમાં કાચા કામના કેદીઓના નામ અને તેઓના શ્નસંલગ્ન બીજી વિગતો દર્શાવવામાં આવે છે.

  • પ્રિઝનર્સ પ્રોપર્ટી રજીસ્ટર - આ રજીસ્ટરમાં જયારે સજા પામી કેદી જેલમાં દાખલ થાય ત્યારે પોતાની સાથે લાવેલ પોતાના અંગત કપડા,દાગીના,રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તુઓની નોંધ કરવામાં આવે છે.

  • કન્વીકટેડ પ્રિઝનર્સ રજીસ્ટર - આ રજીસ્ટરમાં સજાવાળા કેદીઓના નામ અને તેઓને સંલગ્ન બીજી વિગતો જેમ કે માફીની વિગત , સજાની વિગત વિગરની નોંધ કરવામાં આવે છે.

  • રીલીઝ ડાયરી - આ રજીસ્ટરમાં સજાવાળા કેદીઓની જેલ મુકિત અંગેની નોંધ કરવામાં આવે છે.

  • એમ્પ્લોયમેન્ટ રજીસ્ટર - આ રજીસ્ટરમાં કેદીઓને ફાળવવામાં આવેલ

  • રેમીશન એન્ડ ગ્રેજયુએટી રજીસ્ટર - આ રજીસ્ટરમાં જેલમાં નિયમ મુજબ કેદીઓને આપવામાં આવતી તમામ પ્રકારની નોંધ કરવામાં આવે છે.

  • પનીશમેન્ટ રજીસ્ટર - આ રજીસ્ટરમાં કેદીઓને કરવામાં આવતી જેલ શિક્ષાઓની નોંધ કરવામાં આવે છે.

  • ગાર્ડન રજીસ્ટર - આ રજીસ્ટરમાં જેલ બગીચા,ખુલ્લી જમીનમાંથી થતા ઉત્પાદન અને તેના નિકાલની માહિતી દર્શાવવામાં આવે છે.

  • એસ્કેપ રજીસ્ટર - આ રજીસ્ટરમાં ફરાર થયેલ કેદીઓની માહિતીની નોંધ કરવામાં આવે છે.

  • કેદી સંખ્યા રજીસ્ટર - આ રજીસ્ટરમાં જેલમાં રહેલ તમામ કેદીઓની વર્ગીકરણ મુજબની રોજેરોજની ચોકકસ સંખ્યા દર્શાવવામા આવે છે.

  • ગેટ રજીસ્ટર - આ રજીસ્ટરમાં જેલમાં દાખલ થતા અને બહાર જતા તમામ કેદીઓની તથા સ્ટાફ અધિકારી/ કર્મચારીઓ તથા અન્ય વ્યકિતઓની અને અન્ય ચીજ વસ્તુઓની આવક જાવકની સમય સહિતની વિગતવાર નોંધ કરવામાં આવે છે.

  • સુપ્રિન્ટેન્ડેન્ટ ઓર્ડર બુક - આ રજીસ્ટરમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ઘ્વારા તાબાના કર્મચારી - અધિકારીઓને સ્થાનીક વહીવટીય આદેશો આપે છે.

  • જેલર રીપોર્ટઙ્ઘ બુક - આ રજીસ્ટરમાં જેલર ઘ્વારા તેઓની સતામર્યાદામાં આવતા તાબાના રક્ષક વર્ગના કર્મચારીઓને લગતી સુચનાઓ અને જેલમા બનેલ અગત્યના બનાવની નોંધ ઘ્વારા અધિક્ષકશ્રીને રીપોર્ટ કરી યોગ્ય આદેશો મેળવે છે.

  • ઓફિસીયલ વિઝીટર્સ બુકઃ- આ રજીસ્ટરમાં જેલની મુલાકાતે પધારતા મહાનુભાવો તેમની જેલ મુલાકાત અંગેના અભિપ્રાયો અને યોગ્ય સુચનો હોય તો તેની નોંધ કરે છે.

  • ડાયેટ રજીસ્ટર - આ રજીસ્ટરમાં કેદીઓને સરકારશ્રીથી નિયત થયેલ સ્કેલ મુજબ પુરા પાડવામાં આવતા રેશન ચીજ વસ્તુઓ અને રોજની કેદીઓની સંખ્યા દર્શાવવામાં આવે છે.

  • પ્રિઝન કેશબુક -આ રજીસ્ટરમાં જેલના રોજેરોજના તમામ નાણાકીય વ્યવહારોની નોંધ કરવામાં આવે છે.

  • કન્ટીજન્ટ રજીસ્ટરઃ- આ રજીસ્ટરમાં

  • રીસીપ્ટ બુક - આ રજીસ્ટરમાં કચેરી ઘ્વારા થતા રૂ.૧૦૦/- સુધીની ખરીદીના પરચુરણ બીલોને નાણાકીય વર્ષમાં સીરીયલ મુજબ ચોટાડવામાં આવે છે અને તેનો વાઉચર નંબર અને તારીખ નોંધવામાં આવે છે.

  • કલોધીંગ રજીસ્ટર - આ રજીસ્ટરમાં કેદીઓને ઈસ્યુ કરવામાં આવતા કેદી કપડા,ધાબળા,બેડ શીટ વિગેરેની નોંધ કરવામાં આવે છે.

  • ડેડસ્ટોક રજીસ્ટર - આ રજીસ્ટરમા જેલમાં રહેલ જેલની માલિકીની તમામ ચીજ વસ્તુઓ જેવી કે ફર્નિચર, ઈલેકટ્રીકલ ચીજ વસ્તુઓ, કેદી વાસણો, ટી.વી. ટેપ રેકોર્ડર,તથા કેદીઓના રમત ગમતના સાધનોની જીણવટ ભરી નોંધ રાખવામાં આવે છે.

  • સેલ્સ રજીસ્ટર - આ રજીસ્ટરમાં કેન્ટીનમાંથી કેદીઓને વેચાણ કરવામાં આવતી ચીજ વસ્તુઓની કિમત સાથે નોંધ કરવામાં આવે છે તેવી જ રીતે જેલ ઉધોગ ઉત્પાદીત ચીજ વસ્તુઓની કિમત સહીત વેચાણની વિગતો દર્શાવવાંમા આવે છે.

  • રજીસ્ટર ઓફ ફેકટરી કન્ટીજન્ટ ચાર્જ - આ રજીસ્ટર

  • ફેકટરી કેશબુકઃ- આ રજીસ્ટરમાં જેલ ઉધોગ (ફેકટરી ) અંગેના તમામ નાણાકીય વ્યવહારોની નોંધ કરવામાં આવે છે.

  • પર્સનલ લેઝર રજીસ્ટર - આ રજીસ્ટરમાં જેલ ઉત્પાદીત ચીજ વસ્તુઓની જેલ કર્મચારીઓ/અધિકારીઓ તેમજ અન્ય બહારની પ્રતિષ્ઠીત વ્યકિતઓ અને સરકારી ખાતાઓને ઉધારમાં આપેલ ચીજ વસ્તુઓની નોંધ કરવામાં આવે છે.

  • રજીસ્ટર ઓફ ડેઈલી એકસપેંડીચર ઓફ રો મટીરીયલ્સ - આ રજીસ્ટરમાં જેલના ઉધોગોમાં રોજેરોજ વપરાતા કાચા માલની નોંધ કરવામાં આવે છે.

  • લેઝર ઓફ, રો, મટીરીયલ્સ - આ રજીસ્ટરમાં ફેકટરી / કેન્ટીનમાં ઈસ્યુ કરેલ કાચા માલની નોંધ કરવામાં આવે છે.

  • ધ લેઝર ઓફ મેન્યુ ફેકચર્ડ આર્ટીકલ્સ - આ રજીસ્ટરમાં ફેકટરી / કેન્ટીનના પાકા માલની કિમત સાથેની ખતવણી અને વેચાણની નોંધ કરવામાં આવે છે

  • ઓર્ડર બુક - આ રજીસ્ટરમાં જેલ ઉત્પાદીત ચીજ વસ્તુઓ માટે પાર્ટીઓ ઘ્વારા મળેલ ઓર્ડસની નોંધ રાખવામાં આવે છે.

  • સ્ટોર રીકવીઝીશન એન્ડ રીસીપ્ટ બુક - આ રજીસ્ટરમાં રેશન, ફેકટરી, કેન્ટીન અને અન્ય કન્ટીજન્સી ચીજ વસ્તુઓને રીકવીઝીશન અને રીકવીઝીશન મુજબ ખરીદેલ માલનો જથ્થો અને કિમત દર્શાવવામાં આવે છે. દરેક વિભાગના રજીસ્ટરો અલગ અલગ નિભાવવામાં આવે છે.

  • મેડીકલ ઓસિસર્સ જર્નલ - આ રજીસ્ટરમાં જે તે જેલના મેડીકલ ઓફિસર કેદીઓ માટે તૈયાર કરેલ ખોરાકનો ટેસ્ટીંગ રીપોર્ટ તથા બિમાર આપવામાં આવતી સારવાર અને વધુ સારવાર માટે સીવીલ હોસ્પીટલ મોકલવા માટેનો અભિપ્રાય જેલ અધિક્ષક સમક્ષ રજુ કરે છે.

  • રજીસ્ટર ઓફ પ્રિઝનર્સ શોઈંગ પર્ટીકયુલર્સ ઓફ હેલ્થ - આ રજીસ્ટરમાં દરેક કેદીની શારીરિક તંદુરસ્તી અંગેની નોંધ કરવામાં આવે છે.

  • રજીસ્ટર ઓફ સીક. - આ રજીસ્ટરમાં જેલમાં સજા ભોગવતા કેદીઓ કે જેઓ જુદા જુદા વિભાગોમાં કામ કરતા હોય છે તેઓ તથા જેલ કર્મચારીઓ બિમાર પડે ત્યારે બિમારી સબબ મેડીકલ ઓફિસર આરામની સલાહ આપે તો તેની નોંધ કરવામાં આવે છે.

  • કન્વીલેશન્ટ રજીસ્ટર

  • રજીસ્ટર ઓફ એકસ્ટ્રા ડાયેટ ટુ પ્રિઝનર્સ ઈન એન્ડ આઉટ ઓફ હોસ્પીટલ - આ રજીસ્ટરમાં જેલ હોસ્પીટલમાં અંદરના દર્દી તરીકે કે બહારના દર્દી તરીકે સારવાર લેતા કેદીઓને તેઓને મળતા નિયમ મુજબના મળતા ખોરાક કરતા વધારે ખોરાકની જરુરીયાત જણાય તો મેડીકલ ઓફિસર આ રજીસ્ટરમાં તે અંગેની નોંધ કરે છે અને બિમાર કેદીને તે મુજબ ખોરાક આપવાની અધિક્ષકશ્રીને ભલામણ કરે છે.

  • રીકવીઝીશન બુક ફોર હોસ્પીટલ - આ રજીસ્ટરમાં જેલ હોસ્પીટલમાં, અંદરના દર્દી તરીકે કે બહારના દર્દી તરીકે સારવાર લઈ રહેલ કેદીઓને સરકારી રાહે આપવાની થતી ઈન્ડેન્ટ સિવાયની દવાઓ ખુલ્લી બજારમાંથી ખરીદી કેદીઓની સારવાર કરવામાં આવે તેની નોંધ કરવામાં આવે છે.

પરત

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ