હું શોધું છું

હોમ  |

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ
Rating :  Star Star Star Star Star   

જાહેર તંત્રના ભાગ તરીકે રચાયેલ બોર્ડ, પરિષદ, સમિતીઓ
અને અન્ય સંસ્થાઓનું પત્રક

૧.જેલ મુલાકાતી બોર્ડ -

  • રાજયની દરેક જેલોમાં ગુજરાત પ્રિઝન્સ (વિઝીટર્સ) રુલ્સ ૧૯૭૪ ના નિયમ -૪ હેઠળ મુલાકાતી બોર્ડની રચના કરવામાં આવેલ છે. જેમાં હોદોની રુએ સરકારી સભ્યો નિમાતા હોય છે. તથા બિનસરકારી સભ્યો હોય છે. અલગ અલગ જેલો પ્રમાણે કુલ ર૦ જેટલા સરકારી અધિકારીશ્રીઓ સભ્યો તરીકે નિમાયેલ હોય છે જેતે જિલ્લાના જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી આ બોર્ડના અઘ્યક્ષ હોય છે.

  • બિન સરકારી સભ્યોમાં અમદાવાદ મઘ્યસ્થ જેલે ૧૧ સભ્યો, વડોદરા મઘ્યસ્થ જેલ માટે ૧૦ સભ્યો,દરેક જિલ્લો માટે ૬ સભ્યો અને સબ જેલો માટે ૪ સભ્યો હોય છે.જેમાં સ્થાનીક ધારાસભ્યો અને સામાજીક કાર્યકરોનો પણ સમાવેશ થયેલ છે.તે પૈકી મહિલા સામાજીક કાર્યકરોનો પણ સમાવેશ હોય છે.આ બિન સરકારી સભ્યોની નિમણુક વખતો વખત સરકારશ્રીથી થાય છે.

  • આ મુલાકાતી બોર્ડની બેઠક અઘ્યક્ષશ્રીના પરામર્શમાં ત્રિમાસિક મીટીંગ જાન્યુઆરી,એપ્રિલ,જુલાઈ અને ઓકટોબર માસમાં મળે તેવી જોગવાઈ છે.મુલાકાતીઓ અને બિન સરકારી સભ્યોની આ નિયમો હેઠળ નકકી થયેલ ફરજો મુજબ કામગીરી કરવાની હોય છે આ બેઠક સમયે જેલની બેરેકો,વર્કશેડ , જેલ મકાનની ચકાસણી તથા કેદીઓના સ્વાસ્થ્ય વિષયક,જેલની સ્વચ્છતા અને સલામતી કેદીઓના અટકાયતનો સમય,કેદીઓને મળતી સુવિધાઓ વિગરે બાબતો અંગે ચકાસણી કરવામાં આવે છે.અને કેદીઓના આ બાબતના પ્રશ્નો ફરિયાદોના યોગ્ય સ્તરે નિકાલ કરવામાં આવે છે.

(ર) જેલ સલાહકાર બોર્ડ -

  • બોમ્બે જેલ મેન્યુઅલના નિયમ ૧૪૪૮ અન્વયે જેલોમાં જેલ સલાહકાર બોર્ડની રચના થયેલ છે.રાજયની મઘ્યસ્થ જેલો અને જિલ્લા જેલો ખાતે જયાં લાંબી સજાવાળા કેદીઓ રાખવામાં આવે છે તે કેદીઓને તેમની વર્તણૂક, ચારિત્રય અને કામગીરીને ઘ્યાને તેમને વહેલા જેલ મુકત કરવા અંગેની વિચારણા આ બોર્ડની બેઠકમાં કરવામાં આવે છે.

  • આ બોર્ડમાં જિલ્લા કક્ષાએ ચેરમેન તરીકે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, તેમજ સરકારી સભ્યો તરીકે સેશન્સ જજશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અને બે સ્થાનીક અધિકારીઓનો સમાવેશ થાય છે તદ ઉપરાંત સરકારશ્રી ઘ્વારા આ કમીટી માટે સમયાંતરે બિન સરકારી સભ્યોની નિમણુંક થાય છે.જેમાં ધારાસભ્યો અને સામાજીક કાર્યકરો મુખ્યત્વે હોય છે. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આ સમિતીના પ્રમુખ અને જેલ અધિક્ષકશ્રી તેના સેક્રેટરી તરીકે હોય છે. ફકત અમદાવાદ મઘ્યસ્થ જેલ ખાતે જ કમીટીના અઘ્યક્ષ તરીકે ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટશ્રી નિયુકત થયેલ છે. સજા પામેલા દરેક કેદી નિયમ ૧૪૪૮ હેઠળની જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા પાકા કામના કેદીઓના કેસો રીવ્યુ કરવા માટે આ બોર્ડની બેઠક દર ત્રણ માસે મળે છે.અને આ સમિતી તેમની જેલ વહેલી મુકિત અંગે યોગ્ય અભિપ્રાય આપે છે તે મુજબ આવા કેસોના કેસો સી.આર.પી.સી.૪૩ર હેઠળ વહેલા જેલ મુકત કરવા માટેના યોગ્ય હુકમો માટે સરકારશ્રીમાં મોકલવાના રહે છે.

કોર કમીટી -

સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર ક્રમાંક-જલક-૪૩૯૮-એચ.સી.આર.-૦ર,જે,(પાર્ટ-ર) તા.૧૩-૧-ર૦૦૦થી કોર કમીટીની રચના થયેલ છે.

  • (૧) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી (ચેરમેન), (ર) સેશન્સ જજશ્રી(વધારાના સેશન્સ જજશ્રી અને આસી.સેશન્સ જજશ્રી), (૩) પોલીસ કમીશ્નરશ્રી અથવા જિલ્લા પોલીસ અધિકારીશ્રી, અને (૪) જેલ અધિક્ષક આ કમીટીના સભ્યો છે.

  • કાચા કામના આરોપીઓના કેસો લાંબા સમયથી પડતર હોય તેવા કેસોનું મોનીટરીંગ કરવામાં આવે છે.અને આવા કેસો ઝડપી ચલાવવા માટે સુચનો કરવામાં આવે છે.

  • આ કમીટીની દર ત્રણ માસે જાન્યુઆરી, એપ્રિલ, જૂલાઈ અને ઓકટોબર માસના પ્રથમ અઠવાડીયામાં આવા કેસોના ઝડપી નિકાલ માટે આ બેઠક મળે છે.આ સમિતીમાં કોઈ બિન સરકારી સભ્યોની નિમણૂક કરવામાં આવતી નથી.

પરત

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ